Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિનોદ કાંબલીની અત્યંત કરૂણ પરિસ્થિતિનો વીડિયો:ધ્રુજતા અવાજે વૃદ્ધાશ્રમમાંથી કહ્યું- મારા ઘરમાં પણ મને આટલો પ્રેમ નથી મળ્યો, અહીં ઘણી શાંતિ છે

    6 hours ago

    ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટર વિનોદ કાંબલી હાલમાં સોશિયલ મીડિયા પર એક અલગ જ કારણસર ચર્ચાનો વિષય બન્યા છે. તેમનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક વૃદ્ધાશ્રમમાં હોવાનું જોવા મળે છે. ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીની આ સ્થિતિ જોઈને અનેક લોકોને મોટો આઘાત લાગ્યો છે અને તેમના સ્વાસ્થ્ય તથા વર્તમાન સ્થિતિને લઈને ચાહકોને ચિંતા થવા લાગી છે. જોકે વાઇરલ વીડિયોમાં વિનોદ કાંબલી પોતે તે આશ્રમની સુવિધાઓ અને ત્યાંના સરસ વાતાવરણના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. વિનોદ કાંબલીએ પોતે વૃદ્ધાશ્રમ અંગે શું કહ્યું? સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં વિનોદ કાંબલી પોતે વૃદ્ધાશ્રમ વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં વિનોદ કાંબલીએ કહ્યું કે, "હું આ સમયે નિદાનમાં છું. હું કહેવા માગીશ કે અહીંની સુવિધાઓ ખૂબ જ સારી છે." તેમણે આગળ ત્યાંની વ્યવસ્થાના વખાણ કરતા કહ્યું કે, "અહીં સાફ-સફાઈ અને બાકી બધી બાબતો એકદમ ફર્સ્ટ ક્લાસ છે. મને અહીં રહેતા ક્યારેય એવું અનુભવાતું નથી કે હું મારા ઘરે નથી. અહીંના લોકો તરફથી મને ખૂબ જ પ્રેમ અને સન્માન મળી રહ્યું છે." વિનોદ કાંબલીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ રહી છે કાંબલીનો આ વીડિયો સામે આવતા જ ઇન્ટરનેટ પર ક્રિકેટ ફેન્સની ચિંતા ખૂબ વધી ગઈ છે. ઘણા લોકો તેમની આવી હાલત જોઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, તો ઘણા લોકો તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. વિનોદ કાંબલી છેલ્લા કેટલાક સમયથી બીમારી, પૈસાની તંગી અને પોતાની અંગત જિંદગીની સમસ્યાઓના કારણે સતત સમાચારમાં રહ્યા છે. આ પહેલા પણ તેમના એવા વીડિયો વાઇરલ થયા હતા જેમાં તેઓ કોઈના સહારા વગર ચાલી પણ શકતા નહોતા, જેને જોઈને ભારતીય ક્રિકેટ ફેન્સ ખૂબ દુઃખી થયા હતા. નેટિઝન્સમાં ચિંતા વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ચાહકોએ મોટા પ્રમાણમાં પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. કાંબલીની આવી સ્થિતિ જોઈને અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. એક યુઝરે સલાહ આપતાં કહ્યું છે કે, "કાંબલીજીએ પોતાના સ્વાસ્થ્યમાં શક્ય તેટલી વહેલી તકે સુધારો કરીને ક્રિકેટ કોમેન્ટ્રી તરફ વળવું જોઈએ. ભારત માટે 17 ટેસ્ટ મેચ રમ્યા છે વિનોદ કાંબલી વિનોદ કાંબલીએ ભારત માટે 17 ટેસ્ટ મેચ રમી, જેમાં તેમણે લગભગ 54ની શાનદાર સરેરાશથી 1,084 રન બનાવ્યા અને 4 સદી ફટકારી. તેઓ ભારત તરફથી સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન બનાવનારા બેટર પણ છે. હાલમાં જ યશસ્વી જયસ્વાલ આ રેકોર્ડ તોડવાની નજીક પહોંચ્યો હતો, પરંતુ તેણે 16 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી અને બીજા નંબરે રહ્યો. જો વન-ડે મેચની વાત કરીએ તો, કાંબલીએ 104 મેચ રમી અને લગભગ 32ની સરેરાશથી 2,477 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 14 અડધી સદી સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    Gyanesh Kumar के खिलाफ Congress ने Supreme Court से की ये मांग, सड़कों पर विरोध |Election Commission
    Next Article
    શહેરમાં શ્રદ્ધા, કાયદો અને માનવતાનો ત્રિવેણી સંગમ:વહેલી સવાર સુધી ગણેશ વિસર્જન પ્રક્રિયા, પોલીસ કર્મચારીઓએ ભક્તો પાસેથી મૂર્તિ લઈ પવિત્ર જળ સુધી પહોંચાડી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment