Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરનો ગાંધી રોડ અને નવા બજાર બે દિવસ બંધ:પાલિકા દ્વારા ટ્રેન્ચ સફાઈ અને વીજ કનેક્શનનું કામ શરૂ

    8 hours ago

    હિંમતનગરના ટાવર રોડ નજીક આવેલા નવા બજાર અને ગાંધી રોડ પર પાલિકા દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. ટ્રેન્ચ સફાઈ અને વીજ કનેક્શનના કામને કારણે આ વિસ્તારના બજારો બે દિવસ બંધ રહેશે. શુક્રવાર રાતથી શરૂ થયેલી આ કામગીરી શનિવાર અને રવિવાર સુધી ચાલશે. વેપારીઓએ ત્રણ વર્ષથી રોડ બન્યા પછી પણ લાઈટો ચાલુ ન થવા અને અંડરગ્રાઉન્ડ વાયરિંગના કનેક્શન ન મળવાને કારણે વિરોધ કર્યો હતો. તેમણે બજાર બંધ રાખી પાલિકામાં રજૂઆત કરી હતી. પાલિકાએ 30 સપ્ટેમ્બર સુધીમાં સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી. શનિવાર સવારથી જેસીબી વડે ટ્રેંચના ઢાંકણ ખોલવામાં આવ્યા છે. વીજ થાંભલા, દુકાનોના વીજ કનેક્શન, સફાઈ અને પાણીની પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે. વીજ કનેક્શન અંડરગ્રાઉન્ડ કરવાના હોવાથી રવિવારે આ વિસ્તારમાં વીજળી બંધ રહેશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં બુલેટ ટ્રેનની સાઈટ પરથી 7.80 લાખના વાયર-સ્ટીલની ચોરી:ઇલેક્ટ્રિસિટી લાઇનમાં હાથફેરો કરનારા 3 શખસ મુદ્દામાલ સાથે ઝડપાયા, ભંગારની આડમાં ચોરી કરતા હતા
    Next Article
    પાટણની આંગણવાડીમાં 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો:વિકસિત ભારત જનસેવા અભિયાન હેઠળ બાળકોના પોષણ-વિકાસ માટે લોકોને જોડાવા અપીલ, આશા વર્કરનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment