Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બુલેટ ટ્રેનની સાઈટ પરથી 7.80 લાખના વાયર-સ્ટીલની ચોરી:ઇલેક્ટ્રિસિટી લાઇનમાં હાથફેરો કરનારા 3 શખસ મુદ્દામાલ સાથે ઝડપાયા, ભંગારની આડમાં ચોરી કરતા હતા

    7 hours ago

    દેશના મહત્ત્વાકાંક્ષી 'બુલેટ ટ્રેન પ્રોજેક્ટ'ની કામગીરી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ સરકારી પ્રોજેક્ટની સાઇટ પરથી લાખો રૂપિયાના કિંમતી સામાનની ચોરીની ઘટના સામે આવી હતી. સુરત શહેરની સચીન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને 3 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ઈલેક્ટ્રિસિટી લાઇનમાં કર્યો હતો હાથફેરો પોલીસ સૂત્રો મુજબ, બુલેટ ટ્રેનની ઇલેક્ટ્રિસિટી લાઇન ઉભી કરવા સાઇટ ઉપર મુકવામાં આવેલા ગેલ્વેનાઇઝ સ્ટીલ, કિંમતી કોપર વાયર અને કેન્ટીલીવર મળીને કુલ ₹ 7,80,781ની મત્તાનો સામાન ચોરાયો હતો. રાત્રિના અંધારાનો લાભ લઈ તસ્કરો આ ભારેખમ સામાન ચોરી ગયા હતા. સચીન પોલીસ સ્ટેશનમાં આ અંગે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ- 303(2), 324(3), 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. બાતમીના આધારે તપાસ કરતા ચોરીનો મુદ્દામાલ મળ્યો આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવા સચીન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, સચીન પારડી વિસ્તારના અંબિકાનગરમાં ભંગારનો વેપાર કરતા કેટલાક શખ્સો પાસે બુલેટ ટ્રેનનો શંકાસ્પદ સામાન છુપાવેલો છે. પોલીસે અંબિકાનગર ખાતે છાપો મારીને તપાસ કરતા ત્યાંથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ મળી આવ્યો હતો. ભંગારના ધંધાની આડમાં ચોરી કરતી ત્રિપુટી પોલીસે સ્થળ પરથી (1) બબલુ ગપ્પુસિંહ નિશાદ (ઉ.વ. 32), (2) ભુપિ નિહાલસિંહ નિશાદ (ઉ.વ. 30) અને (3) અજીત લાખનસિંગ નિશાદ (ઉ.વ. 26) ની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ મૂળ પરપ્રાંતીય છે અને સચીન પારડીના અંબિકાનગરમાં રૂમ ભાડે રાખીને ભંગાર લે-વેચનો ધંધો કરતા હતા. હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓના રિમાન્ડ મેળવવાની અને અગાઉ અન્ય કોઈ સરકારી પ્રોજેક્ટમાં ચોરી કરી છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શ્રમિકના સંતાનો માટે ડોક્ટર બનવાની મોટી તક:ESICની 887થી વધુ બેઠકો અનામત, અમદાવાદમાં MBBSની 25 સીટ, MBBS-BDSની વાર્ષિક ટ્યુશન ફી માત્ર રૂ.24 હજાર
    Next Article
    હિંમતનગરનો ગાંધી રોડ અને નવા બજાર બે દિવસ બંધ:પાલિકા દ્વારા ટ્રેન્ચ સફાઈ અને વીજ કનેક્શનનું કામ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment