Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આવાસ યોજનામાં વધુ એક કૌભાંડની શંકા!:આવાસ વિભાગનાં વકીલનાં નામે પણ ઘર, એડવોકેટે કહ્યું-સનદ લીધા પહેલાં લાગ્યું, મેનેજર વિરુદ્ધ વળતો આરોપ

    11 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાનો આવાસ વિભાગ જાણે ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યો હોય તેમ એક પછી એક નવા કૌભાંડો સામે આવી રહ્યા છે. કોર્પોરેટરનું આવાસ અને ડે. મેયરનું આવાસ સામે આવ્યા બાદ હવે તો આવાસ વિભાગનાં વકીલ તરીકે કાર્યરત હિરલ જોશીનાં નામે પણ આવાસ હોવાનું સામે આવ્યું છે. જોકે, હિરલબેને પોતે સનદ લીધા પહેલા 2013-14માં આવાસ મેળવવા અરજી કર્યા બાદ આવાસ લાગ્યું હોવાનો બચાવ કર્યો છે. એટલું જ નહીં, પોતે મેનેજર સૂર્યપ્રતાપસિંહ સામે RTI કરી છે, જેને પરત ખેંચવા ધમકી આપ્યાનો વળતો આરોપ લગાવ્યો છે. બીજીતરફ આવાસ વિભાગના મેનેજર દ્વારા હિરલ જોશીને આ મામલે કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. આવક રૂ. 1.50 લાખ દર્શાવી, દસ્તાવેજ પણ મળ્યાં મનપાનાં આવાસ વિભાગમાં ચાલતી લાલીયાવાડી મામલે દિવ્ય ભાસ્કર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ વિભાગમાં વકીલ તરીકે કાર્યરત હિરલબેન જોશીનાં નામે જ આવાસ હોવાના પુરાવા હાથ લાગ્યા છે. જેમાં હિરલબેને પોતાની આવક માત્ર રૂ. 1.50 લાખ હોવાનું દર્શાવ્યું છે. તેમજ તેમનાં આ આવાસનો દસ્તાવેજ પણ દિવ્ય ભાસ્કરને હાથ લાગતા આ મામલે સૌપ્રથમ હિરલ જોશીનો સંપર્ક કર્યો હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે, જ્યારે મારી સનદ પણ નહોતી આવી ત્યારે વર્ષ 2013-14માં મને આ આવાસ લાગ્યું હતું. આ અંગેના તમામ જરૂરી દસ્તાવેજો પણ મનપામાં રજૂ કર્યા છે. ત્યારે આ મામલે વધુ કોઈ ચોખવટ કરવાનો સવાલ રહેતો નથી. 'RTI પરત લેવા સૂર્યપ્રતાપસિંહ ધમકીઓ આપે છે' વધુમાં હિરલ જોશીએ જણાવ્યું કે, મેં આવાસ વિભાગના મેનેજર સૂર્યપ્રતાપસિંહ સામે RTI કરી હતી, જેને પરત ખેંચવા માટે મને દબાણ કરવામાં આવી રહ્યું છે. ભરતી પ્રક્રિયાને લઈને 1152 નંબરની RTI કરી છે. આ RTI પાછી ખેંચી લેવા માટે આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ દ્વારા મહાપાલિકાના સરકારી લેટરપેડ અને જાવક નંબરનો ઉપયોગ કરીને ધમકીભરી અરજી મોકલવામાં આવી છે. આ અરજીમાં જો RTI પાછી નહીં ખેંચાય તો માનહાનિનો દાવો કરવાની તથા વકીલાતની સનદ રદ કરાવવાની પણ ધમકી આપી છે. 'જરૂર પડશે તો PM મોદીને રજૂઆત કરીશ' વધુમાં તેમણે જણાવ્યું કે, એક જવાબદાર નાગરિક તરીકે મને RTI કરવાનો પૂરો અધિકાર છે. તેમજ હું કોઈપણ સંજોગોમાં RTI પાછી ખેંચીશ નહીં. મારી નિમણુંક રદ્દ કેમ કરવી તે માટેના પ્રયાસ તેઓ કરી રહ્યા છે. પણ હું આ અંગે કાયદાકીય પગલાં ભરવા સક્ષમ છું. તેઓ કર્મચારીઓનો સમય બગાડે છે. તમારા માધ્યમથી હું કમિશનરને પણ આ મેનેજર સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવાની માગ કરું છું. જો મારી સામે કોઈ ગેરકાયદેસર કાર્યવાહી કરાશે તો હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત પણ કરીશ. મેં તેમને નોટિસ આપી એટલે મારી અંગત માહિતી માગીઃ મેનેજર જ્યારે આ મામલે અમે આવાસ વિભાગના મેનેજર સૂર્યપ્રતાપસિંહે સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, અમારા એક લાભાર્થીને હિરલબેને દસ્તાવેજ કરવાનો ઇનકાર કર્યો હતો. જે અંગે મેં તેઓને સમજાવવાનો પ્રયાસ કરવા છતાં તેઓ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર થયા નહોતા. આ કારણે મેં તેમને કારણદર્શક નોટિસ ફટકારી હતી. ત્યારબાદ તેમણે મારી અંગત માહિતી માંગતી RTI કરી છે, જે જરાપણ યોગ્ય નથી. નિયમ મુજબ પણ તેમને આવી જાણકારી મળવાની નથી. ત્યારે આરટીઆઇને પરત ખેંચાવવા માટે દબાણ કરવાનો કોઈ સવાલ નથી. ખરેખર મેં તેમને નોટિસ આપી એ કારણે તેમણે મારી અંગત માહિતી માંગતી આરટીઆઇ કરી છે. ડે. મેયર અને કોર્પોરેટરનાં આવાસ હોવાના કૌભાંડ બાદ વધુ એક વિવાદ ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકાનાં આવાસ વિભાગના એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. અગાઉ ડે. મેયર અને કોર્પોરેટરનાં આવાસ હોવાનું ખુલ્યા બાદ દિવ્ય ભાસ્કરે આવાસ વિભાગના દસ્તાવેજની કામગીરી સંભાળતાં એડવોકેટનું પણ આવાસ હોવાનો પર્દાફાશ કરતા હવે આવાસ વિભાગના મેનેજર તેમજ એડવોકેટ વચ્ચે ગજગ્રાહ હોવાનું ખુલ્યું છે. ત્યારે હવે આવાસ વિભાગની ખરડાયેલી છબી સુધારવા માટે મ્યુ. કમિશનર ક્યારે અને શું પગલાં લેશે તે આવનારો સમય જ બતાવશે.
    Click here to Read More
    Previous Article
    યુપીમાં 40 કલાકથી વરસાદ, કન્નૌજમાં કાર પલટી:છત્તીસગઢમાં શાળાઓ બંધ, બિહારમાં વરસાદથી 3નાં મોત; એમપી સહિત 12 રાજ્યોમાં એલર્ટ
    Next Article
    એશિયન ગેમ્સ-પુરુષ મેરેથોનમાં ભારતને 44 વર્ષ બાદ મેડલ:સાવન બરવાલે સિલ્વર અપાવ્યો; વિમેન્સ રાઇફલ શૂટિંગમાં ભારતને સિલ્વર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment