Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુપીમાં 40 કલાકથી વરસાદ, કન્નૌજમાં કાર પલટી:છત્તીસગઢમાં શાળાઓ બંધ, બિહારમાં વરસાદથી 3નાં મોત; એમપી સહિત 12 રાજ્યોમાં એલર્ટ

    11 hours ago

    અર્નબ ચક્રવાતની અસરથી ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદી સિસ્ટમ હવે દક્ષિણ છત્તીસગઢથી ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહી છે. તેના કારણે મધ્ય પ્રદેશ સહિત 12 રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં 40 કલાકથી વરસાદ થઈ રહ્યો છે. 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે સ્થિતિ બગડવા લાગી છે. 32 જિલ્લાઓમાં પૂરનો ખતરો છે. શનિવારે 11 જિલ્લાઓમાં ધોરણ 8 સુધી અને 25 જિલ્લાઓમાં ધોરણ 12 સુધીની શાળાઓ બંધ રહેશે. કન્નૌજમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર વાવાઝોડા અને વરસાદને કારણે કાર પલટી ગઈ. અકસ્માત બાદ કારમાં પાંચ લોકો ફસાઈ ગયા. લખનઉ, સુલતાનપુર અને શામલીમાં તમામ યુનિવર્સિટીઓ અને કૉલેજો પણ બંધ રહેશે. છત્તીસગઢમાં પણ લગભગ 36 કલાકથી વરસાદ ચાલુ છે. રાજ્યની તમામ શાળાઓમાં શનિવારે રજા જાહેર કરવામાં આવી છે. રાયપુરના મહાદેવઘાટ પુલથી 2 ફૂટ ઉપર પાણી વહી રહ્યું છે. બિહારના સુપૌલમાં 50 ગામોમાં પૂર આવ્યું છે. 19 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોનાં મોત થયા છે. મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં પણ ધોરણ 8 સુધીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું-અમારા વિમાનો રોકશો તો કોઈને ઉડવા નહીં દઈએ:ઈરાનથી દરરોજ 100 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ; UAE-ઓમાન સહિત અનેક દેશોએ ઉડાનો રોકી
    Next Article
    રાજકોટમાં આવાસ યોજનામાં વધુ એક કૌભાંડની શંકા!:આવાસ વિભાગનાં વકીલનાં નામે પણ ઘર, એડવોકેટે કહ્યું-સનદ લીધા પહેલાં લાગ્યું, મેનેજર વિરુદ્ધ વળતો આરોપ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment