Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવાસીમાં વિકૃત યુવકનું કારસ્તાન:સ્નાન કરતી બાળકીને બાથરૂમની બારીમાંથી ટાંપી રહેતો, માતાએ બારી બંધ કરવાનું કહેતાં ઝઘડો કર્યો

    10 hours ago

    સેવાસીમાં બાળકી ગુરુવારે રાત્રે બાથરૂમમાં સ્નાન કરતી હતી. તે સમયે પાછળના અન્ય ફ્લેટની બારીમાંથી એક યુવક તેને જોતો હોવાથી તે ડરી ગઈ હતી અને માતાને જાણ કરી હતી. જેથી માતાએ યુવકને બારી બંધ કરવા કહ્યું હતું. જોકે યુવકે બારી બંધ કરી નહોતી. જેથી બાળકીના પિતાએ અભયમને બોલાવ્યું હતું. ટીમે યુવકને સમજાવ્યો હતો, પણ તે ભૂલ માનવા તૈયાર ન થતાં તેને પોલીસ હવાલે કર્યો હતો. સેવાસી ખાતે રહેતા રહીશે મોડી રાત્રે અભયમને કોલ કરી કહ્યું કે, થોડા સમય પહેલાં મારી 12 વર્ષની દીકરી બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. બાથરૂમની બારીના કાચની 2 પટ્ટી તૂટી ગઈ હોવાથી તે કાઢી નાખી છે. બાથરૂમને અડીને જ સામે અન્ય ફ્લેટ આવેલો છે અને તેમાં 4-5 યુવકો રહે છે. જ્યારે મારી દીકરી સ્નાન કરી રહી હતી ત્યારે બારીમાંથી એક યુવક તેને જોઈ રહ્યો હતો. જેથી દીકરી ગભરાઈ ગઈ હતી અને માતાને કહ્યું હતું. જેથી મારી પત્નીએ તે યુવકે બારી બંધ કરવા કહેતાં તેણે ઝઘડો કર્યો હતો. ઘટનાને કારણે અમારી દીકરી ખૂબ જ ડરી ગઈ છે. મોડી રાત્રે આ પ્રકારનો કૉલ આવતાં અભયમની ટીમ તાત્કાલિક સ્થળે દોડી ગઈ હતી. ટીમ સૌપ્રથમ બાળકીનું કાઉન્સેલિંગ કરી તેને પૂરતી સમજણ આપી હતી. તે પછી ટીમ યુવકના ઘરે ગઈ હતી. જ્યાં તેઓને જાણવા મળ્યું કે, તેઓ નેપાળના રહેવાસી છે અને અહીં રેસ્ટોરન્ટમાં કામ કરે છે. ટીમે યુવકને સમજાવ્યો હતો. જોકે તે ભૂલ માનવા તૈયાર ન થતાં ટીમે યુવકને પોલીસને હવાલે કર્યો હતો. અભયમે પૂછતાં યુવકની કેફિયત, સાફ-સફાઈ કરતો હતો એટલા માટે બારી ખુલ્લી રાખી હતી ટીમે યુવકના ઘરે જઈ તેની પૂછપરછ કરતાં તેણે કહ્યું કે, હું રૂમની સફાઈ કરતો હતો એટલે બારી ખુલ્લી રાખી હતી. જોકે ટીમે રૂમની તપાસ કરતાં કોઈ સફાઈ કરી હોય તેવું જણાઈ આવ્યું નહોતું. ઉપરાંત સગીરાના પિતા યુવકની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગતાં હોવાને કારણે તેને પોલીસના હવાલે કર્યો હતો. ઘટનાથી ડરેલી બાળકીને તાવ આવી ગયો અભયમની ટીમ પહોંચી ત્યારે સગીરા વાત કરવા તૈયાર નહોતી. તે ડરી ગઈ હોવાથી તેને તાવ આવી ગયો હતો અને ધ્રુજી રહી હતી. જોકે અભયમે બાળકીને શાંતિથી સમજાવી હતી. જેથી સગીરા માતા સાથે ટીમની જોડે બેઠી હતી.
    Click here to Read More
    Previous Article
    અલકાપુરી બ્રિજ માટે રેલવેની મંજૂરી:આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી પૂર્વે ખાતમુહૂર્ત કરાશે
    Next Article
    'છોકરી સુંદર હોવી જોઈએ, ધંધો તેનાથી જ ચાલશે':એજન્ટે કહ્યું- કોલ પર લોકોને ફસાવવાના છે; કંબોડિયામાં ગેસ્ટ હાઉસમાંથી ચાલે છે સ્કેમ કંપનીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment