Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'છોકરી સુંદર હોવી જોઈએ, ધંધો તેનાથી જ ચાલશે':એજન્ટે કહ્યું- કોલ પર લોકોને ફસાવવાના છે; કંબોડિયામાં ગેસ્ટ હાઉસમાંથી ચાલે છે સ્કેમ કંપનીઓ

    10 hours ago

    ‘છોકરીને મહિનાના ચાર લાખ મળશે, સુંદર અને સ્ટાઇલિશ હોવી જોઈએ. તેણે કોલ કરીને લોકોને ફસાવવાના છે. વધારે વાત ઓડિયો કોલ પર જ થશે, બે-ત્રણ વીડિયો કોલ થશે. ભારત અને પાકિસ્તાનના લોકોને ઠગવાના છે. છોકરીના રહેવા, ખાવા-પીવાના રહેવાની વ્યવસ્થા થઈ જશે. સેફ્ટીની ગેરંટી મારી રહેશે.’ આ ખુલાસો કંબોડિયામાં સાયબર સ્કેમ નેટવર્ક ચલાવતા એજન્ટ ઝાહિદે કર્યો. કંબોડિયાના વડાપ્રધાન હુન માનેટે 23 સપ્ટેમ્બરે મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે અમે સાયબર ઠગીના ઠેકાણાઓને પૂરી રીતે ખતમ કરી દીધા છે. ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે ત્યાં હજુ પણ સ્કેમ સેન્ટર ચાલી રહ્યા છે અને ઠગી માટે ભારતમાંથી છોકરા-છોકરીઓની ભરતી કરવામાં આવી રહી છે. ઝાહિદે જણાવ્યું કે હજુ ભારત અને પાકિસ્તાન બંને રૂટ ખુલ્લા છે, એટલે કે આ બંને દેશોના લોકોને ડિજિટલ અરેસ્ટ અને બીજા સ્કેમમાં ફસાવવાનું કામ ચાલી રહ્યું છે. ભારતમાં રિપોર્ટ થતાં સાયબર ફ્રોડના લગભગ 45% સાઉથ-ઈસ્ટ એશિયા એટલે કે કંબોડિયા, મ્યાનમાર અને લાઓસથી થાય છે. એટલા માટે અમે નેટવર્કમાં સામેલ થઈને પાકિસ્તાની એજન્ટ ઝાહિદ સાથે વાત કરી. વાંચો અને જુઓ પૂરો ખુલાસો એજન્ટ ઝાહિદ અને રિપોર્ટર વચ્ચે થયેલી વાતચીત… છોકરાઓની ભરતી અને કંબોડિયા મોકલવાનો પ્લાન રિપોર્ટર: કેમ છો ઝાહિદ ભાઈ? પાકિસ્તાની એજન્ટ: ઠીક હૈ. અલ્લાહ કા શુક્ર હૈ. રિપોર્ટર: કેટલાક છોકરાઓ મોકલવાના હતા. જરૂર છે કે? પાકિસ્તાની એજન્ટ: યાર તમે વાત કરો છો, પણ છોકરાઓ આવતા નથી. રિપોર્ટર: છેલ્લી વખતે ડરી ગયા હતા, તો કુઆલાલમ્પુર મોકલી દીધા હતા. પાકિસ્તાની એજન્ટ: અત્યારે તમારી પાસે છોકરાઓ છે? રિપોર્ટર: હા, મારા ગામના જ છે. પાકિસ્તાની એજન્ટ: અત્યારે મહિનાના 800 ડોલર મળી રહ્યા છે, 200 ડોલર ખાવાના અલગથી આપીશું. રિપોર્ટર: કંબોડિયામાં સરકાર બધું બંધ કરી રહી છે, કોઈ તકલીફ તો નહીં થાય ને? પાકિસ્તાની એજન્ટ: કંપનીઓ ચાલી રહી છે, ગેસ્ટ હાઉસમાંથી. કોઈ તકલીફ નથી. છોકરાઓના ટૂરિસ્ટ વિઝા લગાવીશું, કોઈ અડશે પણ નહીં. કામનું ટાઇમિંગ, ગેસ્ટ હાઉસ અને સાયબર સ્કેમનું નેટવર્ક રિપોર્ટર: એક છોકરા પર મારું કેટલું કમિશન રહેશે? પાકિસ્તાની એજન્ટ: 200 ડોલર મળે છે. 100 તારું, 100 હું રાખીશ. રિપોર્ટર: છોકરાઓને 800 ડોલર મળશે? પાકિસ્તાની એજન્ટ: હા, ડ્યુટી ટાઇમ સવારે 11:30થી રાત્રે 11:30 રહેશે. રિપોર્ટર: અત્યારે ત્યાં ઇન્ડિયાના છોકરાઓ છે? પાકિસ્તાની એજન્ટ: હા ભાઈ, ઇન્ડિયન પ્લેટફોર્મ ચાલુ છે. પાકિસ્તાની પ્લેટફોર્મ પણ ચાલુ છે. રિપોર્ટર: કામ એ જ ડિજિટલ અરેસ્ટવાળા છે કે બીજા પણ છે? પાકિસ્તાની એજન્ટ: ડિજિટલવાળું છે, એપ છે. તમારા ઇન્ડિયામાં મેરેજ કરાવે છે, તે છે. છોકરી મોકલી તો 4 હજાર ડોલર સુધી મળશે રિપોર્ટર: એક છોકરી પણ છે. પાકિસ્તાની એજન્ટ: છોકરીને 4 હજાર ડોલર સુધી સેલેરી મળશે. રિપોર્ટર: છોકરીનું શું કામ રહેશે? પાકિસ્તાની એજન્ટ: મોડેલ છે બસ, કોલ કરે. રિપોર્ટર: પણ તેનું ઇંગ્લિશ સારું નથી. પાકિસ્તાની એજન્ટ: હિન્દી બરાબર છે? અને સુંદર હોવી જોઈએ. કોલ કરશે તો મતલબ સામે ફેસ... મોડેલનું તમને ખબર છે કે મોડેલ શું હોય છે. રિપોર્ટર: હા. પાકિસ્તાની એજન્ટ: તેની ઉંમર કેટલી છે? રિપોર્ટર: 24-25 વર્ષની છે. પાકિસ્તાની એજન્ટ: હા, તો ચાલશે. 30-35 વર્ષ સુધી તો મતલબ મોડેલ હોય છે. એવું ન થાય કે તેની ઉંમર વધુ હોય. પછી હું તેને નહીં રાખી શકું. રિપોર્ટર: તેને તો વીડિયો કોલ પર જ વાત કરવી પડશે ને? પાકિસ્તાની એજન્ટ: બસ કોલ કરવાનો છે, ઓડિયો મેસેજ કરવાનો છે. મતલબ દિવસમાં બે કે ત્રણ વીડિયો કોલ લેવાના છે. પાકિસ્તાની એજન્ટ: એવું નથી કે 24 કલાક મેસેજ જ કરવાના છે. કસ્ટમરે કોલ કર્યો તો વાત કરવાની છે, નહીં તો મેસેજ કરી દેવાનો છે. રિપોર્ટર: ઇન્ડિયન ચેનલ પર જ કામ કરશે ને, ઇન્ડિયન રૂટ પર? પાકિસ્તાની એજન્ટ: હા-હા. થાઇલેન્ડનો રૂટ, 1000 ડોલર 'શો-મની' અને એરપોર્ટ સેટિંગ રિપોર્ટર: મોકલવાની પ્રોસેસ શું રહેશે? પાકિસ્તાની એજન્ટ: ભાઈ વિઝા-ટિકિટ ત્યાંથી લઈ દો, અહીંથી સેટિંગના પૈસા મોકલી દેજો. રિપોર્ટર: સેટિંગના કેટલા થાય છે અત્યારે? પાકિસ્તાની એજન્ટ: હું ખબર કાઢીને બતાવીશ. રિપોર્ટર: એરપોર્ટ પરથી નીકળી જશે? પાકિસ્તાની એજન્ટ: તેમને શો મની આપીને મોકલો. ઓછામાં ઓછા 1000 ડોલર ખિસ્સામાં હોવા જોઈએ, કારણ કે એરપોર્ટ પર ચેકિંગ થશે. રિપોર્ટર: હા. પાકિસ્તાની એજન્ટ: હું વિઝા લગાવીને બહાર કાઢી લઈશ. એવું કરો તેમને થાઇલેન્ડથી મોકલી દો. ત્યાં એરપોર્ટ પરથી થાઇલેન્ડની રિટર્ન ટિકિટ ખરીદો, ઇન્ડિયાની ન ખરીદો. તેમાં તમને ડિસ્કાઉન્ટ પડશે. રિપોર્ટર: થાઇલેન્ડથી મોકલી દઈશું, પણ તેઓ રિટર્ન ટિકિટ પણ તો જુએ છે એરપોર્ટ પર. પાકિસ્તાની એજન્ટ: થાઇલેન્ડથી જો મોકલશો, તો રિટર્ન ટિકિટ પણ થાઇલેન્ડની હશે, ઇન્ડિયાની નહીં. રિપોર્ટર: તમને વધારે સારી ખબર છે કે કેટલા રૂપિયા લાગશે. પાકિસ્તાની એજન્ટ: હા, થાઇલેન્ડવાળી સૌથી સાચી છે. રિપોર્ટર: કેટલી તારીખ સુધી મોકલી શકીએ છીએ? પાકિસ્તાની એજન્ટ: પાસપોર્ટ મોકલો. હું કાલે તમને વિઝા મોકલું છું. પરમદિવસે ટિકિટ કરાવી દઈએ છીએ. અત્યારે પાકિસ્તાનથી 10 છોકરાઓ મગાવ્યા છે. પાકિસ્તાન અને ઇન્ડિયા-બાંગ્લાદેશની સેટિંગ અલગ-અલગ છે. પાકિસ્તાનની તો 500 ડોલર છે. ઇન્ડિયાવાળા અત્યારે નથી મગાવ્યા. સેટિંગની ખબર કાઢી રહ્યો છું. પછી તમને રેટ બતાવું છું. આ સેટિંગ છે. બાકી ટિકિટ વગેરે તો તમે પોતે જ કરી લેજો. રિપોર્ટર: ઠીક છે. રિપોર્ટર: બધાને નોમ પેન્હ મોકલવાના છે? પાકિસ્તાની એજન્ટ: હા, એરપોર્ટ પર હું રિસીવ કરીશ. અહીં મારા ઘરમાં રાખીશ. ખાવા-પીવાનું દરેક વસ્તુ મળશે. તે પછી કંપનીમાં રખાવી દઈશ. પછી અમારી જવાબદારી પૂરી. છોકરીની સેફ્ટીની ગેરંટી હશે, કારણ કે તે તમારા પર ટ્રસ્ટ કરીને આવશે. દરેક માણસની સેફ્ટી નહીં કરું, એટલો બધા રૂપિયા બચતા નથી. કંબોડિયાની રાજધાનીથી 210 કિમી દૂર સ્કેમ સિટી પાકિસ્તાની એજન્ટ ઝાહિદે જણાવ્યું કે રાજધાની નોમ પેન્હથી લગભગ 210 કિમી દૂર શિહાનૂકવિલે છે. અહીં જ નાના એપાર્ટમેન્ટ્સમાંથી સ્કેમ કમ્પાઉન્ડ ચાલી રહ્યા છે. કેસિનો, હોટેલ અને ચાઇનીઝ રોકાણથી બનેલા મોટા-મોટા કેમ્પસના કારણે આ શહેર સ્કેમ સેન્ટર્સનું અડ્ડો બની ગયું છે. ભાસ્કર રિપોર્ટર છેલ્લા 6 મહિનાથી સ્કેમ માટે ભરતી નેટવર્ક ચલાવતા એજન્ટોના સંપર્કમાં છે. આ દરમિયાન અમે કંબોડિયાના સ્કેમ કમ્પાઉન્ડ સુધી પહોંચ્યા. બે એજન્ટ લફી અને વિક્કી સાથે છોકરાઓની ભરતી કરવાની ડીલ પણ કરી. આ મામલે અમે મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ હેઠળ આવતા ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરને ઇમેઇલથી પ્રશ્નો મોકલ્યા છે. સાથે જ કંબોડિયા સરકારની હોમ મિનિસ્ટ્રી અને ભારતમાં કંબોડિયાની એમ્બેસીને પણ પૂરી જાણકારી આપીને જવાબો માગ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સેવાસીમાં વિકૃત યુવકનું કારસ્તાન:સ્નાન કરતી બાળકીને બાથરૂમની બારીમાંથી ટાંપી રહેતો, માતાએ બારી બંધ કરવાનું કહેતાં ઝઘડો કર્યો
    Next Article
    મંદીપ ભંડારી બન્યા CBSEના નવા ચેરમેન:2001 બેચના IAS અધિકારી છે, સરકાર દ્વારા 4 મહિનામાં આ પદ પર ત્રીજી નિમણૂક

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment