Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલકાપુરી બ્રિજ માટે રેલવેની મંજૂરી:આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી પૂર્વે ખાતમુહૂર્ત કરાશે

    11 hours ago

    અલકાપુરી ગરનાળામાં દર ચોમાસામાં પાણીના ભરાતાં જે સમસ્યા સર્જાય છે તેનો ઉકેલ આવશે. કારણ, અલકાપુરી રેલવે ઓવરબ્રિજને રેલવે મંત્રાલયે મંજૂરી આપી છે. બ્રિજના બાંધકામ માટે 166 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. બ્રિજ બનતાં રોજના 80 હજારથી વધુ વાહનચાલકોને રાહત થશે. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પૂર્વે બ્રિજનું ખાતમુહૂર્ત થશે. ડીપીઆરની કામગીરી ચાલુ કરાઈ છે. જોકે ડિઝાઇન મુદ્દે રેલવે-પાલિકાની બેઠક બાકી છે. દોઢ કિમી લાંબા બ્રિજની કામચલાઉ ડિઝાઇન 2 વર્ષ પૂર્વે જાહેર થઈ હતી. જે મુજબ બ્રિજ સર્કિટ હાઉસથી શરૂ થઇ કાલાઘોડા કે જેલ રોડ સુધીનો હશે. પાલિકાના કાર્યપાલક ઇજનેર પ્રશાંત જોશીએ કહ્યું કે, પાલિકાને રેલવે તરફથી સૂચના કે પત્ર વ્યવહાર થયો નથી. અલકાપુરીથી જેલ રોડ 1-2 મિનિટમાં પહોંચાશે હાલમાં પશ્ચિમથી પૂર્વ વડોદરા તરફ જતા મુસાફરોને સિટી બસ સ્ટેશન જવું પડે છે. નવો બ્રિજ બનતા ત્યાં જવાની જરૂર રહેશે નહીં. તેથી ટુ-ફોર વ્હીલર ચાલકો સાથે બસોની મુસાફરી પણ ઝડપી બનશે. અલકાપુરીથી જેલ રોડ પર 10 મિનિટને બદલે માંડ એકાદ મિનિટમાં પહોંચી જવાશે. બ્રિજ પર રાજેશ્રી ટોકિઝ તરફથી અલકાપુરી તરફ અને અલકાપુરીથી એમએસયુ તરફ ડાઉન સ્ટ્રીમ અપાશે. રેલવે સાથે પાલિકાએ પણ કેટલોક ખર્ચ કરવો પડશે રેલવેએ બ્રિજ માટે 166 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. બ્રિજનું મોટાભાગનું કામ રેલવે કરશે, જે અપવાદરૂપ હશે. જોકે પાલિકાનો આ વિસ્તારમાં સિટી સ્ક્વેર પ્રોજેક્ટ છે. જેથી પાલિકાએ પણ કેટલોક ખર્ચ કરવો પડશે. > ડો. હેમાંગ જોશી, સાંસદ
    Click here to Read More
    Previous Article
    વિસર્જનને પગલે 204 સિટી બસની 280 ટ્રીપ રદ કરાઈ:50 હજારથી વધુ મુસાફરો અટવાયા
    Next Article
    સેવાસીમાં વિકૃત યુવકનું કારસ્તાન:સ્નાન કરતી બાળકીને બાથરૂમની બારીમાંથી ટાંપી રહેતો, માતાએ બારી બંધ કરવાનું કહેતાં ઝઘડો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment