Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસર્જનને પગલે 204 સિટી બસની 280 ટ્રીપ રદ કરાઈ:50 હજારથી વધુ મુસાફરો અટવાયા

    12 hours ago

    અનંત ચતુર્દશી નિમિત્તે શુક્રવારે શ્રીજી વિસર્જનની સવારી અને પોલીસ કમિશનરના જાહેરનામાને કારણે વિનાયક બસ સેવા અને ઇ-બસ સેવા બંધ રહી હતી. સત્તાધીશો દ્વારા પૂર્વ જાહેરાત ન કરાતાં રોજ સફર કરતા 80 હજારમાંથી અંદાજે 50 હજાર લોકો અટવાયા હતા. વિનાયક બસ સેવાના મેનેજર નરેન્દ્રસિંહ રાણા અનુસાર 162 બસની 250 ટ્રીપ અને ઇ-બસના અધિકારી જતન બધેકા મુજબ 48 બસોના 32 રૂટ કેન્સલ કરાયા હતા. શાળા-કોલેજો, સરકારી ઓફિસોમાં રજા હોવા છતાં તરસાલી, સોમા તળાવ, ખોડિયારનગર, આજવા-વાઘોડિયા રોડ, માણેજા-મકરપુરા, તાંદળજાના જીઆઇડીસી અને ખાનગી કર્મી પ્રભાવિત થયા હતા. તરસાલીના અનિલ દેશમુખે કહ્યું કે, સ્ટેશન પહોંચવા રિક્ષામાં રૂા. 60થી 70 વધુ ખર્ચવા પડ્યા હતા. નવરાત્રીમાં વધુ 30 ઇ-બસ કાર્યરત થશે, સરક્યુલર રૂટને પ્રાથમિકતા હાલ કેટલાક રૂટ પર લોકોની ફરિયાદ છે. 3 દિવસ પૂર્વે આરટીઓમાં 30 ઇ-બસને મંજૂરી માટે મોકલાઇ છે. તેની નંબર પ્લેટની કાર્યવાહી શરૂ થઇ છે. નવરાત્રીમાં બીજી 30 ઇ-બસ કાર્યરત થશે. જેમાં સરક્યુલર રૂટને અગ્રતાક્રમ અપાશે. જેથી આઉટર રૂટના વિવિધ ચોકડી વિસ્તારના મુસાફરોને તેનો સૌથી મોટો ફાયદો થશે. > જતન બધેકા, કો-ઓર્ડિનેટર,ઇ-બસ સેવા આફતમાં અવસર, રિક્ષામાં તરસાલીથી સ્ટેશનના ~50 વસૂલ્યા સિટી બસની ટ્રીપો કેન્સલ થતાં સૌથી વધુ તડાકો રિક્ષાવાળાઓને થયો હતો. આ અંગે મુસાફરોના જણાવ્યા મુજબ રિક્ષાવાળાઓએ લોકોની આફતમાં અવસર શોધ્યો હતો. તરસાલીથી સ્ટેશનના કેટલાક રિક્ષાવાળાઓએ રૂા.50 સુધી વસૂલાત કરી હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વોર્ડ 19ની સેનેટરી ટીમ દ્વારા રૂા.1 લાખનો દંડ ફટકારાયો:ગંદકી અને અનધિકૃત પાર્કિંગ બદલ પાલિકાની કડકાઈ,માણેજાની વોલટેમ્પ કંપનીને સીલ કરાઈ
    Next Article
    અલકાપુરી બ્રિજ માટે રેલવેની મંજૂરી:આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી પૂર્વે ખાતમુહૂર્ત કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment