Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોર્ડ 19ની સેનેટરી ટીમ દ્વારા રૂા.1 લાખનો દંડ ફટકારાયો:ગંદકી અને અનધિકૃત પાર્કિંગ બદલ પાલિકાની કડકાઈ,માણેજાની વોલટેમ્પ કંપનીને સીલ કરાઈ

    12 hours ago

    જાહેર સ્થળે ગંદકી ફેલાવતાં અને સૂચના છતાં સ્વચ્છતા ન જાળવતાં એકમો સામે પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. માણેજાની વોલટેમ્પ કંપની સામે વોર્ડ 19ની સેનેટરી ટીમે કડક કાર્યવાહી કરી કંપનીને સીલ કરી હતી. સૂત્રો મુજબ 12 દિવસ પૂર્વે કંપનીને ગંદકી અને પાર્કિંગની સમસ્યા બદલ નોટિસ આપી 15 હજારનો દંડ વસૂલ્યો હતો, છતાં કંપની તરફથી સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી કાળજી લેવાઈ ન હતી. ઉપરાંત એપ્રિલમાં પણ કંપનીની આસપાસ ગંદકી અને માર્ગ પર પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. વારંવાર નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવતાં વોર્ડ 19ની ટીમે કંપનીને 1 લાખ સુધીનો દંડ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. દક્ષિણ ઝોનના ઇ.એએમસી જીગ્નેશ સોલંકીએ કહ્યું કે, વૉલટેમ્પને અગાઉ બે વાર નોટિસ આપી હતી. જેમાં અગાઉ 15 હજાર પેનલ્ટી ભરાઈ હતી. જ્યારે શુક્રવારે 1 લાખની પેનલ્ટી ફટકારી રૂા. 10 હજાર વસૂલી સીલ ખોલી આપ્યું છે. મ્યુ. કમિશનરની બદલી કરવાની ટકોર બાદ સેનેટરી ટીમો દોડતી થઈ પાલિકામાં મળેલી સ્વચ્છતા બેઠકમાં મ્યુ. કમિશનરે વોર્ડ ઓફિસર અને સેનેટરી અધિકારીઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. સ્વચ્છતાની ઝુંબેશમાં યોગ્ય કામગીરી નહીં થાય તો બદલી કરવાની ચીમકી આપ્યા બાદ સેનેટરી ટીમો એક્શનમાં આવી છે. રોજબરોજ દુકાનો સીલ કરવાની સાથે જાહેરમાં કચરો ફેંકનાર વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં લઘુતમ તાપમાનનો પારો પણ 26.8 ડિગ્રી નોંધાયો:ઓતરા-ચિતરાના તાપથી ગરમીનો પારો 34.40 થયો
    Next Article
    વિસર્જનને પગલે 204 સિટી બસની 280 ટ્રીપ રદ કરાઈ:50 હજારથી વધુ મુસાફરો અટવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment