Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં લઘુતમ તાપમાનનો પારો પણ 26.8 ડિગ્રી નોંધાયો:ઓતરા-ચિતરાના તાપથી ગરમીનો પારો 34.40 થયો

    13 hours ago

    શહેરમાં શુક્રવારે ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. જેમાં મહત્તમ તાપમાનનો પારો 34.4 ડિગ્રી નોંધાયો હતો, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી ઓછો છે. જ્યારેલઘુતમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.2 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગના આંકડા મુજબ 1 જૂનથી અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 726.1 મિમી રહ્યો છે. શહેરમાં ભેજનું પ્રમાણ સવારે 78 ટકા અને સાંજે 56 ટકા નોંધાયું હતું. જ્યારે પશ્ચિમ દિશા તરફથી સરેરાશ 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉપરાંત સાંજે સમુદ્ર સપાટીનું સરેરાશ હવાનું દબાણ 1003.6 હેક્ટોપાસ્કલ નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાદરવામાં ઓતરા-ચિતરાનો તાપ શરૂ થતાં જ ગરમીનું પ્રમાણ વધી ગયું છે. શહેરમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પારો 35-36 ડિગ્રી નોંધાતાં શહેરીજનોને પરસેવે રેબઝેબ થવાનો વારો આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાવભરી વિદાય:મુહૂર્ત બદલાયાં,સાંજે 4 સુધીમાં 2 હજાર, તે પછી 4 કલાકમાં 8300 મૂર્તિનું વિસર્જન
    Next Article
    વોર્ડ 19ની સેનેટરી ટીમ દ્વારા રૂા.1 લાખનો દંડ ફટકારાયો:ગંદકી અને અનધિકૃત પાર્કિંગ બદલ પાલિકાની કડકાઈ,માણેજાની વોલટેમ્પ કંપનીને સીલ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment