Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવભરી વિદાય:મુહૂર્ત બદલાયાં,સાંજે 4 સુધીમાં 2 હજાર, તે પછી 4 કલાકમાં 8300 મૂર્તિનું વિસર્જન

    14 hours ago

    અનંત ચતુર્દશીએ 35 ડિગ્રી ગરમી વચ્ચે શ્રીજીની પ્રતિમાઓને ભાવભેર વિદાય અપાઈ હતી. ઓતરા-ચિતરાના તાપથી મોટાભાગનાં ગણેશ મંડળો દ્વારા 5 વાગ્યા પછી યાત્રા કાઢવાની શરૂઆત કરી હતી. બીજી તરફ 12 કૃત્રિમ તળાવમાં સવારે 9થી 4 વાગ્યા સુધીમાં માંડ 2087 પ્રતિમાનું વિસર્જન થયું હતું, જ્યારે સાંજે 4થી રાતના 8 સુધીના 4 કલાકના ગાળામાં 8382 મૂર્તિ વિસર્જિત કરાઈ હતી. રાતે 8 સુધી 10,469 મૂર્તિનું વિસર્જન થયું હતું. શહેરના રાજમાર્ગો મોડી સાંજ બાદ વિસર્જન યાત્રાઓથી ધમધમી ઊઠ્યા હતા. ચાર દરવાજા વિસ્તારમાં રસ્તા પર બાપ્પાની પ્રતિમાની લાઈન લાગી હતી. આ દૃશ્ય માંજલપુર, સુભાનપુરા, ગોરવા સહિતના વિસ્તારોમાં પણ હતું. વિસર્જનના બદલાયેલા ટ્રેન્ડ અંગે આશીર્વાદ ગણેશના હરીશ ધુમાળે કહ્યું કે, ત્રણેક વર્ષથી વિસર્જન યાત્રા સાંજે 5 બાદ જ નીકળે છે, તેનું મુખ્ય કારણ ગરમી છે. આ વાતને માંજલપુરના રાજાના આયોજક સેતુ પટેલે સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગરમીની સાથે લોકો સાંજે ઓફિસ-ધંધા પરથી આવ્યા બાદ યાત્રામાં જોડાતા હોય છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં બાપ્પાને પાલખીમાં બિરાજમાન કરાયા કુંડમાં વિસર્જન કરાયું હતું. વિસર્જિત પ્રતિમાના આંકડા આપેલ ઇમેજ મુજબનું કોષ્ટક નીચે મુજબ છે: વિસર્જિત પ્રતિમાના આંકડા 20 લાખથી વધુનાં ફૂલ વેચાયાં બાપ્પાની વિસર્જન યાત્રામાં ફૂલની માગ વધી જતી હોય છે.જેથી ખંડેરાવ માર્કેટનું ફૂલ બજાર ગુરુવારની આખી રાત ધમધમતું રહ્યું હતું. એક અંદાજ મુજબ 20 લાખથી વધુનાં ફૂલોનો વેપાર થયો હોવાનું ફૂલ બજાર માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું. પોલીસે 1800 મંડળોનાં લોકેશન, વિસર્જન રૂટ અને કૃત્રિમ તળાવોને મેપિંગ કરી ટ્રાફિક મેનેજમેન્ટ કર્યું શહેરમાં સ્થાપિત 25 હજારથી વધુ ગણેશ પ્રતિમાના વિસર્જન માટે કયાં મંડળોની પ્રતિમા 12 તળાવોમાં વિસર્જિત થશે તેનું મેપિંગ કરી દીધું હતું. જેમાં 1800થી વધુ લાઈસન્સ ધરાવતાં મંડળોનું લોકેશન, આયોજકોના સંપર્ક, વિસર્જન રૂટ અને તળાવોમાં વિસર્જન થશે તેની વિગતો ડિજિટલ પ્લેટફોર્મ પર મેપ કરી હતી. જેના આધારે ટ્રાફિકનું મેનેજમેન્ટ કર્યું હતું. આ 3 કારણોથી યાત્રાઓ સાંજે નીકળતી થઈ 1. ઓતરા-ચિતરાનો તાપ ગરમી-બફારાથી મોટી મૂર્તિ અને ડીજે સાથે યાત્રા મુશ્કેલ બને છે. જેથી સાંજનો સમય પસંદ કરાય છે. 2. યાત્રામાં વધુ સંખ્યામાં લોકો જોડાય તેવો ઉદ્દેશ્ય સાંજે ઓફિસ, દુકાન અને ધંધાથી લોકો છૂટે છે. પરિણામે મોટી સંખ્યામાં લોકો વિસર્જન યાત્રામાં જોડાય. 3. રાત્રે લાઇટિંગ અને ડીજેની ઇફેક્ટ ડીજે, લાઇટિંગ, LED યાત્રાનો હિસ્સો બન્યા છે. અંધારામાં લાઇટિંગ અસરકારક દેખાય છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે યુવકનો ફોન જપ્ત કર્યો, કોલ ડિટેલ તપાસશે:યુવક ભાવનગરથી 215 કિમી દૂર વડોદરા આવી ગીતા લોજના ત્રીજા માળેથી કૂદી ગયો
    Next Article
    શહેરમાં લઘુતમ તાપમાનનો પારો પણ 26.8 ડિગ્રી નોંધાયો:ઓતરા-ચિતરાના તાપથી ગરમીનો પારો 34.40 થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment