Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા બાલાજી સ્ટેટસમાં બનેલી ઘટના:લિફ્ટમાં જવા બાબતે મારામારી,ઘરની લાઇટો બંધ કરી ભયનો માહોલ કરાયો

    16 hours ago

    મહેસાણા બાલાજી સ્ટેટસ ફ્લેટમાં રહેતા મારુતિ કંપનીના એક કર્મચારી સાથે લિફ્ટમાં જવા જેવી સામાન્ય બાબતે સ્થાનિક રહીશે બોલાચાલી બાદ મારામારી કરી હતી. બાદમાં રાત્રે ઘરની લાઈટો બંધ કરી દઇ પરિવારને ભયભીત કરાયો હતો. આ મામલે બી ડિવિજન પીઆઇ એ.એન. ગઢવીએ જણાવ્યું કે, પોલીસ દ્વારા મારામારી કરનાર વ્યક્તિના જામીન લેવડાવવામાં આવ્યા છે. રવિન્દ્રકુમાર નામના કર્મચારીના જણાવ્યા મુજબ, 21 સપ્ટેમ્બરની રાત્રે સાતેક વાગ્યે તેઓ જીમમાંથી ઘરે જવા બાલાજી ફ્લેટની લિફ્ટમાં ચડ્યા ત્યારે એક બાળકે ‘મારા પપ્પા આવે છે’ કહી લિફ્ટ રોકાવી હતી. જેથી રવિન્દ્રકુમારનું ઘર પહેલા માળે હોવાથી ઉતરીને સીડી મારફતે ઘરે ગયા હતા. દરમિયાન પ્રથમ માળે લિફ્ટ રોકાતા અહીં રહેતા સિદ્ધપુર સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા વ્યક્તિએ ‘લિફ્ટમાં જવાનું નથી તો સ્વીચ કેમ દબાવી?’ તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. અપશબ્દો બોલવાની ના પાડતાં ઝપાઝપી કરી હતી. આસપાસના રહીશોએ ભેગા થઇ સમજાવી મામલો થાળે પાડ્યો હતો. જોકે, ઘટનાના અડધા કલાક બાદ તેમજ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ ફરીથી સંબંધિત વ્યક્તિ તેમના ઘરે આવી દરવાજે લાતો મારવા લાગી હતી.
    Click here to Read More
    Previous Article
    મનપાનો સેવા સેતુ:વારંવાર વીજ ટ્રિપિંગથી સ્ટેજ કાર્યક્રમ ટૂંકાવાયો
    Next Article
    દરરોજ 20 થી 21 લાખની આવક નોંધાઈ‎:પોરબંદરમાં રિબેટ સ્કીમ પુરી થવાના દિવસોમાં મનપાની વેરાની આવકમાં બમણો ઉછાળો આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment