Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરરોજ 20 થી 21 લાખની આવક નોંધાઈ‎:પોરબંદરમાં રિબેટ સ્કીમ પુરી થવાના દિવસોમાં મનપાની વેરાની આવકમાં બમણો ઉછાળો આવ્યો

    17 hours ago

    પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી વેરા ભરપાઈ પરની રિબેટ સ્કીમ હવે તેના અંતિમ ચરણમાં છે. સ્કીમ પૂરી થવાના ગણતરીના દિવસો જ બાકી હોવાથી મિલકત ધારકો વળતરનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી મહાનગરપાલિકાની તિજોરીમાં વેરાની આવકમાં બે ગણો વધારો થયો છે. પોરબંદર મનપા દ્વારા વેરાની ભરપાઈમાં 10 ટકા રિબેટ તેમજ વર્ષોથી ન ભરપાઈ કરેલ વેરાની ભરપાઈમાં 90 ટકા વ્યાજમાફી અંગેની સ્કીમ જાહેર કરવામાં આવી હતી. આ સ્કીમ આગામી 30 સપ્ટેમ્બર સુધી વેરો ભરનારા નાગરિકો માટે ખાસ અમલમાં મૂકવામાં આવી છે. આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે છેલ્લા 10 દિવસથી મહાનગરપાલિકા કચેરી ખાતે કરદાતાઓની લાંબી કતારો અને ભારે ભીડ જોવા મળી રહી છે. આ ધસારાને કારણે મનપાને છેલ્લા 10 દિવસથી રોજની અંદાજે 20 થી 21 લાખ રૂપિયાની આવક થઈ રહી છે. અગાઉ કરતાં બે ગણો વધારો થયો મનપા દ્વારા વેરા ભરપાઈ માટે જાહેર કરેલ આ સ્કીમના અંતિમ દિવસો શરૂ થયા તે પહેલાં પોરબંદર મનપાને રોજની સરેરાશ માત્ર 6 થી 7 લાખ રૂપિયા આવક થતી હતી. તેની સરખામણીમાં હાલની દૈનિક આવકમાં સીધો બે ગણો વધારો નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા બાલાજી સ્ટેટસમાં બનેલી ઘટના:લિફ્ટમાં જવા બાબતે મારામારી,ઘરની લાઇટો બંધ કરી ભયનો માહોલ કરાયો
    Next Article
    મુખ્ય પાઈપલાઈનમાં વનાણા અને જડેશ્વર નજીક લીકેજ રીપેરીંગ હાથ ધરાશે‎:પોરબંદરમાં તા. 26 અને 27 સપ્ટેમ્બરે બે દિવસ પાણી પુરવઠો નહીંવત મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment