Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય પાઈપલાઈનમાં વનાણા અને જડેશ્વર નજીક લીકેજ રીપેરીંગ હાથ ધરાશે‎:પોરબંદરમાં તા. 26 અને 27 સપ્ટેમ્બરે બે દિવસ પાણી પુરવઠો નહીંવત મળશે

    18 hours ago

    પોરબંદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય પાઇપલાઇનમાં વનાણા અને શહેરના જડેશ્વર મંદિર નજીક લીકેજ થતા આ પાઇપલાઇન સમારકામ માટે આગામી 26 અને 27 સપ્ટેમ્બરના દિવસે પાણી પુરવઠો નહિવત મળશે. પોરબંદર મહાનગરપાલિકા હસ્તકના જાવંત્રી ગાળા ફિલ્ટર પ્લાન્ટથી શહેર તરફ આવતી મુખ્ય પાણી વિતરણ પાઈપલાઈનમાં જરૂરી મેન્ટેનન્સ અને લીકેજ સમારકામ હાથ ધરવાનું હોવાથી આગામી તા. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ બે દિવસનું શટડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા સુચારૂ રાખવાના હેતુથી વનાણા ટોલનાકા નજીક એર વાલ્વનું રીપેરીંગ, વનાણા વોકળા પાસે પાઈપલાઈનનું લીકેજ તેમજ જડેશ્વર મંદિર નજીક મુખ્ય લાઈનમાં સર્જાયેલા ભંગાણનું મરામત કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન શહેર તરફનો મુખ્ય પ્રવાહ બંધ રાખવો અનિવાર્ય હોવાથી તંત્ર દ્વારા શહેરના તમામ નાગરિકોને બે દિવસની જરૂરિયાત મુજબનો પાણીનો જથ્થો અગાઉથી સંગ્રહ કરી રાખવા અને કરકસરપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. મરામત પૂર્ણ થયા બાદ જળ વિતરણ તબક્કાવાર પૂર્વવત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દરરોજ 20 થી 21 લાખની આવક નોંધાઈ‎:પોરબંદરમાં રિબેટ સ્કીમ પુરી થવાના દિવસોમાં મનપાની વેરાની આવકમાં બમણો ઉછાળો આવ્યો
    Next Article
    વાહનચાલકોને મુશ્કેલી:છાંયા ચોકીથી ભનુની ખાંભી રોડ પર ખાડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment