Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકીય ગરમાવા બાદ ઠંડા ગોળાનો સ્વાદ:વિધાનસભામાં UCC બિલ પાસ થતાં જ શંકર ચૌધરી, સંઘવી સહિત ભાજપના ધારાસભ્યોએ બરફ ગોળાની મજા માણી

    3 days ago

    ગઇકાલે(24 માર્ચ) ઉત્તરાખંડ બાદ UCC લાવનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા જ સત્તાપક્ષના ધારાસભ્યોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તેમજ ભાજપના સભ્યોએ પાટલી થપથપાવી બિલને વધાવ્યું હતું. આ બિલને પસાર કર્યા બાદ શાસક પક્ષના નેતાઓ ભારે હળવાશના મૂડમાં જોવા મળ્યા હતા. ગૃહની ગંભીર અને લાંબી ચર્ચાઓ પૂર્ણ થતાં જ વિધાનસભાના અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો અને અનેક ધારાસભ્યોનો કાફલો સીધો જ ગાંધીનગરના ઘ 4 સેન્ટ્રલ વિસ્ટા રોડ પર આવેલા ડિસગોલા સેન્ટર ખાતે ઉમટી પડ્યો હતો. નેતાઓએ ગોળાનો સ્વાદ માણ્યો ​બિલ પસાર થયાની ખુશીમાં યોજાયેલી આ અનૌપચારિક મહેફિલમાં તમામ નેતાઓએ રાજકીય ગરમાવો બાજુ પર મૂકીને ઠંડા ગોળાનો સ્વાદ માણ્યો હતો. ઘ-4 સર્કલ પાસે ગોળા સેન્ટર પર એકાએક મંત્રીઓ અને ધારાસભ્યો પહોંચ્યા ઘ-4 સર્કલ પાસે આવેલા આ સેન્ટર પર એકાએક મંત્રીઓ અને ધારાસભ્યોની હાજરીથી સ્થાનિક લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે પ્રોટોકોલ અને સુરક્ષાના ઘેરામાં રહેતા નેતાઓ આ રીતે જાહેરમાં લોકપ્રિય ખાણીપીણીની લિજ્જત માણતા જોઈને કાર્યકરોમાં પણ ઉત્સાહનો સંચાર થયો હતો. મહત્વના કાયદાકીય કામકાજ બાદની આ પળોએ મંત્રીમંડળની આત્મીયતા અને ટીમ વર્કની ઝલક પૂરી પાડી હતી. UCC બિલ પર વિધાનસભામાં 7 કલાક મેરેથોન ચર્ચા ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલને લઈને તીવ્ર અને લાંબી ચર્ચા ચાલી હતી, જેમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થયેલી ચર્ચા 7 કલાક સુધી ચાલુ રહી હતી. સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જેના કારણે ગૃહનું કાર્ય સમય મર્યાદાથી વધુ ચાલ્યું હતું. વિધાનસભાના ઇતિહાસમાં વર્ષ 2019માં સૌથી લાંબી બેઠકનો રેકોર્ડ નોંધાયો હતો, જેમાં 17 કલાક 40 મિનિટ સુધી કામગીરી ચાલી હતી અને વહેલી સવારે 3.40 વાગ્યા સુધી કાર્યવાહી ચાલુ રહી હતી. તે દિવસે એક જ દિવસમાં 9 બિલ પસાર કરવામાં આવ્યા હતા. આ પણ વાંચો: UCC બિલ બહુમતીથી પાસ, ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય
    Click here to Read More
    Previous Article
    Dhurandhar 2 Worldwide Box Office Collection Day 6 LIVE Updates: Ranveer Singh film races into Rs 900 cr club globally; breaks Pushpa 2 record
    Next Article
    પાટણ કાલિકા માતાજી મંદિરે બે દિવસીય સંગીત મહોત્સવ:ચૈત્રી નવરાત્રિએ 26 અને 27 માર્ચે શાસ્ત્રીય ગાયન-વાદન, નૃત્યના કાર્યક્રમો; સ્થાનિક કલાકારો જમાવટ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment