Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાનો સેવા સેતુ:વારંવાર વીજ ટ્રિપિંગથી સ્ટેજ કાર્યક્રમ ટૂંકાવાયો

    15 घंटे पहले

    મહેસાણા ટીબી રોડ સ્થિત જનસુવિધા કેન્દ્રમાં શુક્રવારે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં વીજ ટ્રિપિંગના કારણે સ્ટેજ કાર્યક્રમમાં અવરોધ સર્જાયો હતો. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં પણ એક વખત વીજ ટ્રિપિંગ થતાં સાઉન્ડ સિસ્ટમ બંધ થઈ હતી. ત્યારબાદ મહાનુભાવોના ઉદ્બોધન દરમિયાન ફરી વીજ પુરવઠો ખોરવાતા કાર્યક્રમ ટૂંકાવવાની ફરજ પડી હતી. સેવા સેતુમાં વિવિધ યોજનાઓ અને સરકારી સેવાઓનો 1456 લોકોએ લાભ લીધો હતો. સવારે 10 વાગ્યાના અરસામાં લાભાર્થીઓને પ્રમાણપત્રો આપ્યા બાદ સ્ટેજ કાર્યક્રમ શરૂ થયો હતો. ધારાસભ્ય મુકેશભાઈ પટેલ બાદ મેયર સોનલબેન ઓઝા ઉદ્બોધન કરી રહ્યાં હતાં ત્યારે અચાનક વીજ પુરવઠો ખોરવાતાં માઇક અને સાઉન્ડ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. સાંસદ મયંકભાઈ નાયકનું ઉદ્બોધન બાકી હોવાથી વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, વિક્ષેપને કારણે સવારે 10.25 વાગ્યાના અરસામાં સ્ટેજ કાર્યક્રમ ટૂંકાવી દેવાયો હતો. વીજ પુરવઠો પૂર્વવત કરવા યુજીવીસીએલના ઇજનેર સહિતની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. ડીપીથી મુખ્ય એમસીબીમાં જોડાણ આપ્યા બાદ વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ થયો હતો. 32 એમ્પિયરની MCB સામે વધુ લોડથી ટ્રિપિંગ યુજીવીસીએલના ઇજનેરના જણાવ્યા મુજબ, સિવિક સેન્ટરમાં 32 એમ્પિયરની ક્ષમતાની એમસીબી છે. સેવા સેતુ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ સહિતના સાધનોનો વધેલો લોડ આવતાં ટ્રિપિંગની સમસ્યા સર્જાઈ હતી. સિવિક સેન્ટર જેવા મોટા સંકુલ માટે 63 એમ્પિયરની ક્ષમતાની એમસીબી જરૂરી હોવાનું પણ જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:60 દિવસનો નો-વેન્ડિંગ ઝોન, પહેલા જ દિવસે રોડ પર 50થી વધુ લારીનો અડિંગો
    Next Article
    મહેસાણા બાલાજી સ્ટેટસમાં બનેલી ઘટના:લિફ્ટમાં જવા બાબતે મારામારી,ઘરની લાઇટો બંધ કરી ભયનો માહોલ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment