Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:60 દિવસનો નો-વેન્ડિંગ ઝોન, પહેલા જ દિવસે રોડ પર 50થી વધુ લારીનો અડિંગો

    15 hours ago

    મહેસાણાના મોઢેરા રોડ પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા તંત્રએ 60 દિવસ માટે નો-વેન્ડિંગ ઝોન જાહેર કર્યો છે, પરંતુ જાહેરનામાની અમલવારીના પ્રથમ તબક્કામાં જ રોડ પરની સ્થિતિ યથાવત્ જોવા મળી હતી. શુક્રવારે સાંજે મોઢેરા ચોકડીથી ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ તથા પૂજન કોમ્પ્લેક્સથી મોઢેરા ચોકડી તરફના માર્ગ પર અંદાજે 50 લારીઓ અને 30 જેટલા વાહનો રોડ પર ખડકાયેલા જોવા મળ્યા હતા. રોડની બંને બાજુ લારીઓ અને વાહનો ઊભાં રહેતાં આશરે 7 મીટર પહોળા રસ્તામાં બંને બાજુ દોઢ-દોઢ મીટર જેટલો ભાગ રોકાઈ ગયો હતો. પરિણામે વાહનચાલકો માટે માત્ર આશરે 5.5 મીટર રસ્તો ખુલ્લો રહ્યો હતો. શાકભાજી-ફળની ખરીદી માટે વાહનો ઊભાં રહેતાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરતી જોવા મળી હતી. મોઢેરા ચોકડીથી ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ તરફના આશરે 300 મીટરના રસ્તા પર 11 ફળ-શાકભાજીની લારીઓ ઉપરાંત પાણીપુરી અને દાબેલીની લારીઓ પણ જોવા મળી હતી. જ્યારે પૂજન કોમ્પ્લેક્સથી મોઢેરા ચોકડી તરફના 300 મીટરના માર્ગ પર 32 ફળ-શાકભાજીની લારીઓ અને 8 જેટલા વાહનો પાર્ક થયેલા જોવા મળ્યા હતા. ધારાસભ્યની રજૂઆતને પગલે મહાનગરપાલિકાએ દરખાસ્ત કરી હતી: શહેરમાં મોઢેરા ચોકડીથી મોઢેરા તરફ 250 મીટરના રોડ પર શાકભાજી સહિતની તમામ લારીઓ અને પાથરણાવાળાને કારણે ટ્રાફિક થતો હોવાનો મુદ્દો ધારાસભ્ય મુકેશ પટેલે રજૂ કર્યો હતો. જેને પગલે મનપાએ એસપી સમક્ષ દરખાસ્ત કરી હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.બી. મંડોરીએ જણાવ્યું હતું અને એસપીના અભિપ્રાય અને નો વેન્ડિંગ ઝોનની કરાયેલી ભલામણને પગલે અધિક કલેક્ટર મયંક પટેલ દ્વારા આ અંગે જાહેરનામું બહાર પડાયું હતું. 10 દિવસમાં જગ્યા ફાળવાશે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.બી. મંડોરીએ જણાવ્યું કે, વેન્ડિંગ ઝોનમાં દરેક પરિવારના એક સભ્યને પ્રાથમિકતા અપાશે. બાકીના લારીધારકોને અન્યત્ર જગ્યા સૂચવાશે. દસેક દિવસમાં જગ્યા સૂચવવાની પ્રક્રિયા હાથ ધરાશે. રોડ પર વાહનો પાર્ક ન થાય તે માટે ટ્રાફિક પોલીસને પણ સૂચિત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી:સાંબરડામાં પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કર્યો
    Next Article
    મનપાનો સેવા સેતુ:વારંવાર વીજ ટ્રિપિંગથી સ્ટેજ કાર્યક્રમ ટૂંકાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment