Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી:સાંબરડામાં પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કર્યો

    14 hours ago

    પાલનપુર તાલુકાના સાંબરડા ગામે રહેતા પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને વલસાડના ઉમરગામથી પરણેલી 3 બાળકોની માતાએ ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પિયરજનોને જાણ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવારમાં મોત નીપજતા મૃતકના ભાઈએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના વતની અને હાલ વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે મજૂરી કામ કરતા વિરચંદભાઈ પટણની દીકરી લલીતાબેનના લગ્ન આજથી દસ વર્ષ પહેલાં સાંબરડા (તા.પાલનપુર)ના રહેવાસી હરેશભાઈ જેઠાભાઈ પટણી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને ત્રણ બાળકો છે. લગ્નના થોડા સમય બાદ પતિ હરેશ પટણી કોઈ કામ-ધંધો કરતો નહોતો અને દારૂ પીને અવારનવાર લલીતાબેન સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. આ ત્રાસથી કંટાળીને લલીતાબેન અગાઉ પિયર પણ આવી ગયાં હતાં, પરંતુ સંસાર ન બગડે તે હેતુથી પરિવારજનો સમજાવીને પરત મોકલતા હતા. ગુરૂવારના રોજ સવારના આશરે આઠેક વાગ્યે પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને લલીતાબેને પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોને જાણ થતાં તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જે બાદ મૃતકના ભાઈ દિનેશભાઈ પટણીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    રવિવારે બેંકો ચાલુ રહેશે:બંને જિલ્લામાં સોમવારથી ત્રણ દિવસની બેંક હડતાળ
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:60 દિવસનો નો-વેન્ડિંગ ઝોન, પહેલા જ દિવસે રોડ પર 50થી વધુ લારીનો અડિંગો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment