Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારે બેંકો ચાલુ રહેશે:બંને જિલ્લામાં સોમવારથી ત્રણ દિવસની બેંક હડતાળ

    14 hours ago

    બનાસકાંઠા અને વાવ-થરાદમાં આગામી 7 દિવસમાં બેંકિંગ કામગીરી પર રજા અને હડતાળની અસર જોવા મળશે. આજે 26 ઓક્ટોબરથી 2 ઓક્ટોબર દરમિયાન માત્ર બે દિવસ બેંક બ્રાન્ચ ખુલ્લી રહેશે. સરકારી, ગ્રામીણ અને SBI સહિતની બેંકમાં રૂબરૂ કામગીરી માટે આવતા ગ્રાહકોએ પોતાના બેંકના કામનું આયોજન અગાઉથી કરવું પડશે બનાસકાંઠા-વાવ-થરાદ જિલ્લામાં આજે 26 ઓક્ટોબરથી 2 ઓક્ટોબર સુધીના 8 દિવસમાં બેંકિંગ કામગીરીનું શેડ્યૂલ રજા અને હડતાળના કારણે ખોરવાશે. 26 સપ્ટેમ્બરે ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે અને 27 સપ્ટેમ્બરે રવિવાર હોવા છતાં બેંકો ચાલુ રહેશે. 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન હડતાલ હોવાથી બેંક બંધ રહેશે. ત્રણ દિવસની હડતાળ જાહેર કરાઈ છે. 1 ઓક્ટોબરે બેંકો ખુલ્લી રહેશે, જ્યારે 2 ઓક્ટોબરે ગાંધી જયંતીની જાહેર રજા રહેશે. આમ, 26 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે માત્ર બે દિવસ બ્રાન્ચ ખુલ્લી રહેશે. બનાસકાંઠા અને વાવ- થરાદ જિલ્લાની આશરે 120 બેંક બ્રાન્ચોના ગ્રાહકોને ચેક, રોકડ, દસ્તાવેજી અને અન્ય બ્રાન્ચ આધારિત કામ અગાઉથી પૂર્ણ કરી લેવા સલાહ આપવામાં આવી હતી. વૈકલ્પિક સેવાનો ઉપયોગ કરવા અપીલ નોર્થ ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોઈઝ યુનિયનના મહામંત્રી અનિલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે,RBIની ગાઇડલાઇન અને બેંકના સૂચન મુજબ 27મીએ રજાના દિવસે બેંક ચાલુ રહેશે, જ્યારે 1 ઓક્ટોબરે પણ સેવા ચાલુ રહેશે. રજાના દિવસે કામ કરનાર કર્મચારીઓને કાયદેસર વેતન/ઓવરટાઇમ મળશે. બેંક બંધ હોય ત્યારે ATM, ADWM, UPI, ઇન્ટરનેટ બેંકિંગ તથા CSPનો વિકલ્પ ઉપલબ્ધ રહી શકે છે.
    Click here to Read More
    Previous Article
    આજે મનપાની સ્ટેન્ડિંગ બેઠક:35માંથી 16 જૂના કામમાં સમય તેમજ બજેટ વધારવા માટેની પેરવી
    Next Article
    મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી:સાંબરડામાં પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment