Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે મનપાની સ્ટેન્ડિંગ બેઠક:35માંથી 16 જૂના કામમાં સમય તેમજ બજેટ વધારવા માટેની પેરવી

    13 hours ago

    સુરેન્દ્રનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે શનિવારે 4 વાગ્યે યોજાશે. આ બેઠકના એજન્ડામાં મૂકાયેલી દરખાસ્તોને પગલે વહિવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર એજન્સીઓ વચ્ચેની મિલીભગત છતી થતી હોવાની ચર્ચા છે. બેઠકના એજન્ડામાં રજૂ થનાર કુલ 35 દરખાસ્તોમાંથી 15થી 16 દરખાસ્તો માત્રને માત્ર ચાલુ કે વિલંબિત વિકાસકામોમાં એક્સેસ, એક્સ્ટ્રા કામ અને સમય મર્યાદા વધારી આપવાની છે. નિયત સમયમાં કામો પૂરા ન કરીને પાછળથી ખર્ચ વધારો અને સમય મંજૂર કરાવી સરકારને આર્થિક ઘૂંબો મારવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ ઉપરાંત કેટલા કામો મંજૂર થયેલ છે. કામોમાં વિલંબ થવાથી વધારાનો ખર્ચ મંજૂર કરવા અને સમય મર્યાદા વધારવા દરખાસ્ત તૈયાર થનાર હોવાનું જાણવા મળે છે. અગાઉ સુરેન્દ્રનગરમાં આર્ટસ કોલેજ સામેથી બસ સ્ટેન્ડ સુધીના રિવરફ્રન્ટ રોડના કામમાં પણ આ જ રીતે વધારાનો ખર્ચ અને સમય મંજૂર કરી દેવાયો હતો. હવે આઇકોનિક રોડ સહિત અન્ય 15 થી 16 જેટલા વિકાસકામોમાં વિલંબ બતાવી ખર્ચ અને મુદત વધારવાની માંગણી થઈ રહી છે. રૂ.3.60 કરોડનો ‘આઇકોનિક રોડ’ મુદત પૂરી થયા પછી પણ અધૂરો! વર્ષ 2024-25માં રૂ.3.60 કરોડના ભારી બજેટ સાથે મંજૂર કરાયેલો આઇકોનિક રોડ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ અધૂરો છે. હવે આ કામમાં વધારાનો ખર્ચ અને સમય મર્યાદા મંજૂર કરાવવા માટે તંત્ર દ્વારા દરખાસ્ત તૈયાર કરાઇ છે. સવાલ એ ઊભો થાય છે કે નિયત બજેટ અને મુદતમાં કામ પૂરું કેમ ન થયું? બોક્સ : આ કામોમાં એક્સેસ અને એક્સ્ટ્રા ટાઈમની દરખાસ્ત છે ! - વઢવાણ જડેશ્વર સોસાયટીથી આંબાવાડી,મફતિયાપરા સુધીના પુલનું કામ.. - મોડલ ફાયર સ્ટેશન કન્સ્ટ્રક્શન વર્ક - અલકાપુરી ચોકથી ઉપાસના સર્કલ સુધી આઈકોનિક રોડનું કામ - જુદા જુદા વિસ્તારમાં સીસી રોડ રિસર ફેસિંગના કામો - બોડા તળાવ ડેવલપમેન્ટનું કામ - વઢવાણ હેરિટેજ સિટી ફેઇઝ-1 ધોળીપોળ ગેટ અને દિવાળીનું કામ - ટાગોરબાગ ડેવલપમેન્ટનું કામ - મ.ન.પા. વિસ્તારમાં આવેલ જુદા જુદા કોમ્યુનિટી હોલના રિનોવેશનના કામ - નોલેજ સેન્ટર રીડિંગ રૂમ લાઇબ્રેરીનું કામ - મ.ન.પા.ની મુખ્ય કચેરી અને ઉત્તર ઝોન ઓફિસનું બાંધકામ - મેળાના મેદાનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું કામ
    Click here to Read More
    Previous Article
    દબાણકારે ફડાકા મારતા કર્મચારી વર્ગમાં રોષની લાગણી ફેલાઇ‎:સુરેન્દ્રનગરમાં દબાણ હટાવવા ગયેલા મનપાના કર્મચારી પર હિચકારી હુમલો
    Next Article
    રવિવારે બેંકો ચાલુ રહેશે:બંને જિલ્લામાં સોમવારથી ત્રણ દિવસની બેંક હડતાળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment