Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાનથી મારી નાખવાની ધમકી:સેવા સેતુમાં મહિલા તલાટીનો હાથ મરડી ગળું દબાવવાનો પ્રયાસ, બે સામે ફરિયાદ

    1 day ago

    રાધનપુર તાલુકામાં સરકારી કાર્યો સરળતાથી થાય તે ચલવાડા ગામે સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન ફરજ પરના મહિલા મહેસુલી તલાટી હેતલબેન ચૌધરી સાથે બે શખ્સોએ દાદાગીરી કરી, કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં હોવાના આક્ષેપ સાથે બે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. રાધનપુર તાલુકાના ચલવાડા નવીન પ્રાથમિક શાળા ખાતે બુધવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન બપોરે 4 :30 વાગ્યાના સુમારે બંધવડ ગામના દિનેશભાઈ વસ્તાભાઇ રબારી અને વિજયભાઈ લક્ષ્મણભાઇ રબારી ત્યાં આવી પહોંચ્યા હતા. દિનેશ રબારી મરણ પામેલ વ્યક્તિનું પેઢીનામું બનાવી આપવા માટે કાગળો રજૂ કર્યા હતા. મહિલા તલાટીએ નિયમ મુજબ મરણનો દાખલા માગતા જ દિનેશ ઉશ્કેરાઈ ગયો હતો અને હું કોઈ દાખલો રજૂ નથી કરવાનો, અત્યારે ને અત્યારે જ પેઢીનામું બનાવી આપ કહીને જાહેર ગાળો ભાંડી મહિલા તલાટીનો ડાબો હાથ મરડી નાખ્યો હતો.આટલેથી ન અટકતા, તેની સાથે આવેલા વિજય રબારીએ મહિલા તલાટીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થળ પર હાજર અન્ય તલાટીઓ અને ગ્રામજનોએ વચ્ચે પડીને મહિલા અધિકારીને બચાવ્યા હતા. આરોપીઓએ જતી વખતે ધમકી આપી હતી કે, તું રોજે બંધવડ થઈને નીકળે છે, તને તો મારી જ નાખીશું. તેવા આક્ષેપ સાથે તલાટી હેતલબેન ચૌધરીએ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. કલમ 121(1), 224,132,351(3), 296 (b) અને 54 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ અજમલભાઈ પટેલને સોંપી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ફરિયાદ આધારિત પોલીસે તપાસ શરૂ કરી છે. બંને આરોપી યુવકોની અટકાયત ભાગ વધુ તપાસ હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    લોકો પરેશાન:જન્મ-મરણ વિભાગનું પોર્ટલ 4 દિવસથી ઠપ
    Next Article
    કાર્યવાહી:ઈડરમાં 6 વર્ષ પૂર્વે ચોરાયેલું બાઇક મેત્રાણાથી મળ્યું, યુવાનની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment