Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકો પરેશાન:જન્મ-મરણ વિભાગનું પોર્ટલ 4 દિવસથી ઠપ

    1 day ago

    પાટણ નગરપાલિકાની જન્મ-મરણ નોંધણી શાખામાં સર્વરના ટેકનિકલ એરેરને લઈ હાલ આમ નાગરિકો માટે ભારે યાતનાનું કેન્દ્ર બની ગઈ છે. શુક્રવારે કચેરી ખાતે જન્મના દાખલામાં સુધારા-વધારા કરાવવા માટે 200 થી પણ વધુ અરજદારો ઉમટી પડ્યા હતા. જોકે, છેલ્લા ચાર દિવસથી સત્તાવાર પોર્ટલ પર ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં સાઈટ એરર આવતી હોવાથી સમગ્ર કામગીરી તદ્દન ખોરવાઈ ગઈ છે. દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની નોબત આવી છે. નગરપાલિકાના જન્મ-મરણ નોંધણીના રજિસ્ટ્રાર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પોર્ટલમાં આવી રહેલી એરર અંગે અમે મેઇલ અને વોટ્સએપ મારફતે આરોગ્ય વિભાગના મદદનીશ ભાવેશભાઈને જાણ કરી છે. તેઓ ગાંધીનગર કક્ષાએ અને ગાંધીનગરથી કેન્દ્ર સરકારના ટેકનિકલ વિભાગમાં આ અંગે રજૂઆત‎ કરવામાં આવી રહી છે.‎ ગાંધીનગરથી હજુ સુધી કોઈ ‎ચોક્કસ ગાઈડલાઈન આવી નથી ‎કે આ એરર ક્યારે સોલ્વ થશે. ‎જોસનાબેન પટ્ટણીએ કહ્યું કે,‎જન્મનો દાખલો સુધારવા માટે ‎આવી હતી. ઘરે કોઈ રાખનાર ‎નથી. નાના બાળકોને સાથે‎ લાવવા સિવાય કોઈ છૂટકો નથી.‎ અહીં પાલિકામાં બે કલાકથી બેઠી‎ છું.બાળકો માટે ઘોડિયાં (ઝોળી) કે‎ ઘોડિયા ઘર જેવી સુવિધા ઊભી‎ કરાય તો બાળકો વાળી ‎મહિલાઓ માટે અનુકૂળતા રહેશે.‎ સંજય ઠાકોર અને ઇલિયાસ‎ભાઈએ કહ્યું છેલ્લા ચાર દિવસથી ‎ઓનલાઈન સિસ્ટમ ઠપ્પ છે, છતાં‎ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી. પોર્ટલની એરર તુરંત દૂર‎ કરી દાખલા ઝડપી નીકળે સાથે‎ અરજદારો માટે સુવિધાઓ આપવામાં આવે તે પાલિકાની‎ જવાબદારી છે.‎
    Click here to Read More
    Previous Article
    શહેર-ગામડાંમાં પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ‎:PGVCLનું ચેકિંગ, 5 દિ'માં 5.84 કરોડની ચોરી ઝડપાઈ
    Next Article
    જાનથી મારી નાખવાની ધમકી:સેવા સેતુમાં મહિલા તલાટીનો હાથ મરડી ગળું દબાવવાનો પ્રયાસ, બે સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment