Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી-રાજકોટ હાઈવે બિસ્માર, સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું:લાંબા સમયથી ખરાબ માર્ગને કારણે વાહનચાલકો પરેશાન

    2 days ago

    મોરબી-રાજકોટ હાઈવેની બિસ્માર હાલતથી કંટાળીને ઉદ્યોગકારો અને સ્થાનિકોએ આજે સવારે લજાઈ ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન કર્યું. આ ચક્કાજામ દ્વારા ખરાબ માર્ગ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મોરબીથી ટંકારા વચ્ચેના હાઈવે પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે. માર્ગની અત્યંત ખરાબ હાલતને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે પરના ખાડાઓને કારણે સ્થાનિકો અને ઉદ્યોગકારોમાં લાંબા સમયથી રોષ પ્રવર્તી રહ્યો છે. માર્ગના સમારકામને લઈને રાજકોટ માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તાના સમારકામ માટે અનેક વખત લેખિત ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આથી લોકોનો રોષ સતત વધી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજુલામાં સસલાનો શિકાર કરવાનો પ્રયાસ:કોટડી ગામમાં બે શખસ ઝડપાયા, વન વિભાગની કડક કાર્યવાહી, ₹50 હજારનો દંડ વસૂલાયો
    Next Article
    બહુચરાજીના દેલવાડામાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો:4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, આરોગ્ય તંત્રમાં દોડધામ મચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment