Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:વૃંદાવન-6 સોસાયટીમાં નવલી નવરાત્રી મહોત્સવનો ચોથો દિવસ ઉજવાયો, ન્યુ સાયન્સ સિટી, સોલા ખાતે સ્વચ્છતા અને ગ્રીન નવરાત્રી થીમ પર ઉજવણી

    1 day ago

    વૃંદાવન-6 સોસાયટી, ન્યુ સાયન્સ સિટી, સોલામાં નવલી નવરાત્રી મહોત્સવ-2026નો ચોથો દિવસ ભવ્ય રીતે ઉજવાયો. દિવસની શરૂઆત અંબેમાની આરતી સાથે થઈ હતી. સોસાયટીની મહિલાઓ અને બાળકોએ માતાજીના પરિસરની સજાવટ કરી હતી. માતાજીના આંગણે રાસ-ગરબાની રમઝટ જામી હતી, જેમાં ખેલૈયાઓની ઉર્જા સતત વધી રહી છે. આજે બધા સભ્યો અને બાળકોએ સાથે મળીને ગ્રુપ ફોટો પડાવ્યો અને રીલ પણ બનાવી. નવરાત્રીના ભાગરૂપે છેલ્લા ચાર દિવસથી સ્વચ્છતા અને ગ્રીન નવરાત્રીનું પાલન કરવામાં આવી રહ્યું છે. સભ્યો નાસ્તા માટે ઘરેથી ડિશ અને ચમચી લાવે છે, કાગળની ડિશનો ઉપયોગ થતો નથી. ચા માટે સ્ટીલના કપ અને પાણી પણ ઘરેથી લાવવામાં આવે છે. મહિલાઓ અને બાળકોએ પર્યાવરણને નુકસાન ન થાય તેવી વસ્તુઓ વાપરીને માતાજીના પરિસરને સજાવ્યું છે. ચારે દિશામાં માટલાની ફરતે માતાજીને ગોઠવીને અદભુત દ્રશ્ય ઊભું કરાયું છે. સોસાયટી સ્વચ્છતા અને ગ્રીન નવરાત્રી અભિયાનમાં ભાગ લઈ રહી છે. આ અંગે રોજેરોજ માઈકમાં સૂચનાઓ અને અલગ-અલગ પોસ્ટરો દ્વારા સભ્યોને જાણકારી આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પુણેમાં ગરવી ગુજરાતી સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન, ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાદનો અનોખો સંગમ જોવા મળ્યો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:રોયલ હાઇટ્સમાં ત્રીજા નોરતે ગરબાની રમઝટ, સોસાયટીના રહીશોએ પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment