Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં એમ્બ્રોઈડરી વર્કર્સ પર પોલીસનો લાઠીચાર્જ, VIDEO:500 પરપ્રાંતીયોના ટોળામાંથી પથ્થરમારો થતાં PCB જવાન ઈજાગ્રસ્ત, બોનસ-રજા મુદ્દે લોકો ઉગ્ર બનતા રાયોટિંગનો ગુનો દાખલ

    16 hours ago

    સુરતના અમરોલીમાં ટેક્સટાઈલ અને એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરતા પરપ્રાંતીય કારીગરોએ વિવિધ પડતર માંગણીઓને લઈ હડતાળ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વેદાંત ઈન્ડસ્ટ્રીઝ ચાર રસ્તા પાસે એકઠા થયાલે 500 જેટલા વર્કર્સના ટોળાએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં પોલીસકર્મીને મોઢાના ભાગે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયો છે. જોકે, આ સમગ્ર મામલા દરમિયાન લોકોને વિખેરવા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો હાલ વાઇરલ થયો છે. તો બીજી તરફ પોલીસે પૂર્વ આયોજિત કાવતરૂ રચી ગેરકાયદે મંડળી બનાવી હુમલો કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ થતાં પોલીસ એલર્ટ એમ્બ્રોઇડરી, સાંઈ એમ્બ્રો, વેદાંત અને અંજની ઈન્ડસ્ટ્રીઝ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી વર્કર્સ દ્વારા સોશિયલ મીડિયામાં પોતાની માંગણી સંતોષવા માટે હડતાળ પાળવા અંગેનો મેસેજ વાઇરલ કર્યો હતો. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે અમરોલી અને જહાંગીરપુરા પોલીસ અને સ્ટાફ દ્વારા વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અઠવાડિયામાં 1 રજા અને બોનસની માંગ વેદાંત ઈન્ડસ્ટ્રીઝના ચાર રસ્તા પાસે 500 જેટલા કારીગરોનું ટોળું એકત્ર થયું હતું. કારીગરોએ અઠવાડિયાની એક રજા અને તેનો પગાર કાપવો નહીં, વર્ષે એક બોનસ પગાર આપો અને મહિનાની 1થી 7 તારીખ સુધીમાં પગાર ચૂકવી આપો તેવી વિવિધ માંગણીઓ સાથે સૂત્રોચ્ચાર અને વિરોધ કર્યો હતો. પોલીસે સમજાવ્યા છતાં ટોળું હિંસક બન્યું ઘટનાસ્થળે હાજર ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ પરિસ્થિતિ કાબૂમાં લેવા માઈક પર એનાઉન્સમેન્ટ સાથે લોકોને અપીલ કરી હતી. પોલીસે સમજાવ્યું હતું કે, કોઈપણ જાતની પરમિશન વગર આ રીતે ભેગા થવું ગેરકાયદેસર છે, તમારી રજૂઆત હોય તો શાંતિથી કાયદાકીય રીતે કરો અને કાયદો હાથમાં ન લો. જોકે, ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની વાત માનવાને બદલે ઉગ્ર બની પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. PCB જવાન ઈજાગ્રસ્ત અને ટોળાને વિખેરવા લાઠીચાર્જ આ પથ્થરમારામાં ડી.સી.બી. શાખા સાથે ફરજ બજાવતા પીસીબી શાખાના હેટ કોન્સ્ટેબલ અનુકુલકુમાર મદનમોહન દુબેના મોઢાના ભાગે પથ્થર વાગતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચડ્યા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતા એસઓજી, પીસીબી અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી વધારાનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. પૂર્વ આયોજિત કાવતરું રચી હુમલો કરનારા સામે ફરિયાદ સબ ઇન્સ્પેક્ટર આર.બી. ઝાલાની ફરિયાદ બાદ પોલીસે ગેરકાયદે મંડળી રચી, ફરજ પરના અધિકારી-કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈચા પહોંચાડવાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે સીસીટીવી અને વીડિયો રેકોર્ડિંગના આધારે પથ્થરમારો કરનારા મુખ્ય સૂત્રધારો અને અન્ય અસામાજિક તત્વોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પગ વડે બાઈકનું લોક તોડી ચોરી કરનાર ઝડપાયો:મોંઘા સ્પોર્ટ્સ બાઇક ચોરી રાજસ્થાનમાં વેચી મોજશોખ પૂરા કરતો, 6 બાઇક પણ કબજે કરાયા
    Next Article
    You Shouldn't Send PAN, Aadhaar, Bank Statements Over WhatsApp. Here's Why

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment