Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખુલ્લા કચરા પોઇન્ટને બંધ કરવા ખાસ ઝુ઼બેશ:જામનગરને સ્વચ્છ બનાવવા માટે કચરાપેટી હટાવવાનો ઉતાવળીયો નિર્ણય, રાતોરાત અમલવારીથી ગંદકીનું ગ્રહણ

    1 day ago

    જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સુંદર અને રળીયામળુ બનાવવા માટે ખાસ સ્વચ્છતા ઝુ઼બેશ શરૂ કરી ડસ્ટબીન(કચરાપેટી)મુક ત સાથે ખુલ્લા કચરા પોઇન્ટ(જીવીપી-ગાર્બે જ વનરેબલ) બંધ કરવા માટે અભિયાન શરૂ કરાયુ છે.જેના પગલે શહેરમાં જુદા જુદા મુખ્ય સહિત લગભગ સવા બસ્સોથી વધુ સ્થળો પરથી કચરા પેટી(ડસ્ટબીન) ઉપાડી લેવામાં આવ્યા છે. જે સાથે ક્રમશ: ખુલ્લા કચરા પોઇન્ટ બંધ કરવા માટે કવાયત શરૂ કરાઇ છે.જોકે,શહેરને સ્વચ્છ બનાવવા માટે કચરા પેટી હટાવવાનો નિર્ણય ચોકકસ આવકાર્ય છે.પરંતુ પુરતા પ્રચાર પ્રસાર વગર રાતોરાત કચરા પેટી દૂર કરવાના લેવાયેલા નિર્ણય સાથે તેની ત્વરીત અમલવારથી અનેક સ્થળોએ ગંદકીનુ ગ્રહણ લાગ્યુ હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે. શહેરમાં જુદા જુદા અનેક સ્થળો પરથી જાહેર કચરા પેટી હટાવી લેવામાં આવી છે.જેના સ્થાને તંત્ર દ્વારા ડોર ટુ ડોર કચરા કલેકશન વધુ સધન બનાવી દેવાયુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.જોકે, જુના જામનગર સહિત શહેરના અમુક મુખ્ય વિસ્તારોમાં કચરા પેટી હટાવી લેવામાં આવ્યા બાદ ખુલ્લી જગ્યાને ડસ્ટબીન ગણીને પ્લાસ્ટીક,ખાધ પદાર્થો સહિતનો કચરો ફેંકી દેવામાં આવ્યો હોવાનો દ્રશ્ય હજુય જોવા મળે છે. મનપા દ્વારા સ્વચ્છ શહેરનુ લક્ષ્ય પ્રાપ્ત કરવા વિશેષ ઝુ઼બેશ સાથે લોકો ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ કરતા વાહનોમાં જ કચરો નાખે માટે ઉચ્ચ અધિકારીઓના નિરીક્ષણ સાથે ખાસ આયોજન હજુય છેવાડના શહેરીજનો સુધી પહોચ્યુ ન હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે. શહેરને સ્વચ્છ બનાવવાની મનપા તંત્રનો અભિગમ આવકાર્ય સાથે સરાહનીય ગણાવાય રહયો છે.જોકે,શહેરીજનોમાં જાગૃતિ કે પુરતા પ્રચાર પ્રસારના અભાવના કારણે પ્રાર઼ભિક તબકકે અભિયાન સંભવત ઉલટી અસર કરી રહયુ હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે. મનપા દ્વારા ગાર્બેજ વાહનોમાં જરૂર પડયે વધારો કરવા, મેન પાવર તૈનાત કરવા સહિતના પગલા પણ આગામી સમયમાં લેવાઇ શકે છે.જોકે, સ્વચ્છ જામનગર માટે નાગરિકોનો સહકાર એ જ સફળતાની ચાવી છે. સ્વચ્છ-સુંદર શહેર તરફ મહત્વપુર્ણ કદમ,ડસ્ટબીન-જીવીપી મુકત જામનગર મનપા દ્વારા શહેરને ડસ્ટબિન ફ્રી બનાવવા, ખુલ્લામાં કચરો ફેંકવાના પોઇન્ટ્સ ક્રમશ: કાયમી ધોરણે બંધ કરવા અભિયાન શરૂ કરાયુ છે. પર્યાવરણ-સ્વચ્છતાની દ્રષ્ટિએ આ અમલવારીથી અનેકવિધ ભાવિ ફાયદા થઇ શકે. દુર્ગંધ -રોગચાળામાંથી મુક્તિ: ખુલ્લા ગાર્બેજ પોઇન્ટ્સ બંધ થવાથી મચ્છર, માખી અને રખડતા પશુઓનો ત્રાસ ઘટશે, જેથી ડેંગ્યુ, મલેરિયા જેવા રોગચાળા પર અંકુશ આવશે. પર્યાવરણ-ભૂગર્ભ જળની સુરક્ષા: ખુલ્લામાં કચરો ન સડવાથી હવાનું પ્રદૂષણ અટકશે,પ્લાસ્ટિક કચરો જમીનમાં ભળતો અટકતા ભૂગર્ભ જળ સુરક્ષિત રહેશે. ડોર-ટુ-ડોર કચરા કલેક્શન મજબૂત થશે: નાગરિકો ઘરનો કચરો સીધો કચરા ગાડીમાં આપશે, જેનાથી ઘન કચરાનું યોગ્ય પૃથક્કરણ (વેટ અને ડ્રાય વેસ્ટ) સરળ બનશે. શહેરનું સૌંદર્યીકરણ: ખુલ્લા પોઇન્ટ્સ દૂર કરી ત્યાં સુશોભન કે પ્લાન્ટેશન કરવામાં આવશે, જેથી શહેર વધુ સુંદર અને રળિયામણું બનશે.
    Click here to Read More
    Previous Article
    બર્ધનચોક સહિતના વિસ્તારોમાં ઝુંબેશ‎:દબાણ હટાવ ઝુંબેશમાં 15 રેંકડી જપ્ત, ઓટલા તોડ્યા
    Next Article
    શહેર-ગામડાંમાં પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ‎:PGVCLનું ચેકિંગ, 5 દિ'માં 5.84 કરોડની ચોરી ઝડપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment