Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બર્ધનચોક સહિતના વિસ્તારોમાં ઝુંબેશ‎:દબાણ હટાવ ઝુંબેશમાં 15 રેંકડી જપ્ત, ઓટલા તોડ્યા

    1 day ago

    જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શુક્રવારે સવારે ખાદી ભંડારથી દરબારગઢ સર્કલ બાદમાં બપોરે પવનચકકીથી હર્ષદ મીલની ચાલી સુધી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં સવા ડઝનથી વધુ રેકડીંઓ ઉપરાંત વજનકાંટાઓ વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા.ત્રણ ઓટલા સહિતના દબાણ દુર કરી રોડ પર અડચણરૂપ ભંગાર,રેતી વગેરે રાખવા મુદદે સંબંધિત આસામીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઇ હતી. મનપાની એસ્ટેટ શાખા દ્વારા બેડી ગેઇટથી બર્ધન ચોક સુધીમાં શાકભાજી રેકડીધારકો સાથે ખરીદારોના વાહનોના પગલે સર્જાતી ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાની વ્યાપક ફરીયાદો વચ્ચે શુક્રવારે મનપાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટવા ઝુંબેશ અંતર્ગત રેંકડીના દબાણો દુર કરી કેટલોક માલસમાન જપ્તિમાં લેવામાં આવ્યો હતો. જે બાદ બપોર બાછી પવનચકકીથી હર્ષદ મીલની ચાલી સુધી એસ્ટેટ શાખા દ્વારા ખાસ ઝુ઼બેશ અંતર્ગત ટ્રાફિકને અડચણરૂપ રેકડીંઓ ઉપરાંત રોડ પર ભંગાર અને રેતી વગેરેના ઢગલા નડતરરૂપ જાણતા સંબંધિતો સામે કાર્યવાહી કરી હતી.જે સાથે જુદા જુદા ત્રણ સ્થળે ઓટલા પણ એસ્ટેટ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.એસ્ટેટ શાખા દ્વારા અમુક ધંધાર્થીઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. દિવસ દરમિયાન જુદા જુદા સ્થળ પરથી 15થી વધુ રેંકડીઓ ઉપરાંત વજન કાંટા, છત્રીઓ, પથારા વગેરે પણ તંત્ર દ્વારા કબજે કરવામાં આવ્યા હતા.મનપા તંત્ર દ્વારા જપ્ત કરાયેલી રેકડીંઓ વગેરે બે ટ્રેકટર મારફતે કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો.જેમાં હવે સંબંધિત સામે દંડનીય કાર્યવાહી થશે. આંશિક રાહત, સ્થાયી હલ કયારે થશે.. ? શહેરના બેડી ગેઇટ ખાસ કરી દિપક ટોકીઝથી બધર્ન ચોક-માંડવી ટાવર સુધીના વિસ્તારમાં માર્ગ પર રેંકડીઓ,પથારા વગેરેને કારણે અવાર નવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાની સમયાંતરે ઉઠે છે.તંત્ર દ્વારા શુક્રવારે આકસ્મિક કાર્યવાહીથી રાહદારીઓ-વાહનચાલકોએ આંશિક રાહત અનુભવી હતી.જોકે,લગભગ રોજીંદી બનેલી સમસ્યાનો કાયમી હલ કયારે થશે ? એ પ્રશ્ન પણ પ્રબુધ્ધ શહેરીજનો ઉઠાવી રહયા છે.
    Click here to Read More
    Previous Article
    અસામાજિક તત્વોમાં ફફડાટ:સચાણામાં બે જુથ વચ્ચે અથડામણ બાદ પોલીસનું કોમ્બિંગ, આખા ગામને કોર્ડન કરીને ચેકીંગ કરાયું
    Next Article
    ખુલ્લા કચરા પોઇન્ટને બંધ કરવા ખાસ ઝુ઼બેશ:જામનગરને સ્વચ્છ બનાવવા માટે કચરાપેટી હટાવવાનો ઉતાવળીયો નિર્ણય, રાતોરાત અમલવારીથી ગંદકીનું ગ્રહણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment