Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસામાજિક તત્વોમાં ફફડાટ:સચાણામાં બે જુથ વચ્ચે અથડામણ બાદ પોલીસનું કોમ્બિંગ, આખા ગામને કોર્ડન કરીને ચેકીંગ કરાયું

    1 day ago

    જામનગર તાલુકાના સચાણા ગામમાં બે જૂથો વચ્ચે થયેલી મારામારીની ઘટના દરમિયાન કોઈએ એસિડ હુમલો થયો છે તેવી સનસનાટીભરી અફવા ફેલાવી દીધી હતી. આ અફવા વાયુવેગે પ્રસરતા જ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. મામલાની ગંભીરતા જોઈ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસના મોટા કાફલાએ સચાણા ગામને કોર્ડન કરી અસામાજિક તત્વોને ડામવા માટે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસે ગામના ખૂણે-ખૂણા ફંફોસીને શંકાસ્પદ લોકો અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોના ઘરોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા 2 હિસ્ટ્રીશીટર, 6 એમ.સી.આર. ધરાવતા શખ્સો, શરીર સંબંધી ગુનાના 4 આરોપીઓ, નશાકારક પદાર્થોના ગુનાના 1 આરોપીનું ચેકિંગ કર્યું હતું તેમજ 4 શંકાસ્પદ વાહનો ડિટેઈન કર્યા હતા. અફવા અને મારપીટની ઘટના બાદ પોલીસે ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ગુંડાઓ તથા અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે, જેનાથી ગામમાં છૂપાઈને બેઠેલા ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહી જામનગર ગ્રામ્ય ઈન્ચાર્જ ડીવાયએસપી મિત રૂદલાલ, પંચકોશી એ ડિવિઝનના પીઆઈ આઈ.એ. ઘાસુરા, LCB પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા SOG પીએસઆઈ એલ.એમ. ઝેરની આગેવાની હેઠળ સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વેપારી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શાંતિપૂર્ણ મૌન સ્કૂટર/બાઈક રેલીનું આયોજન‎:GST અને નોટિસોના વિરોધમાં બ્રાસ ઉદ્યોગકારો લડત આપશે: 28મીએ બંધ
    Next Article
    બર્ધનચોક સહિતના વિસ્તારોમાં ઝુંબેશ‎:દબાણ હટાવ ઝુંબેશમાં 15 રેંકડી જપ્ત, ઓટલા તોડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment