Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શાંતિપૂર્ણ મૌન સ્કૂટર/બાઈક રેલીનું આયોજન‎:GST અને નોટિસોના વિરોધમાં બ્રાસ ઉદ્યોગકારો લડત આપશે: 28મીએ બંધ

    1 day ago

    GST વિભાગ દ્વારા જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને અપાયેલી નોટિસો અને કાયદાની જટિલતાને કારણે પ્રામાણિક કરદાતાઓને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રશ્નોના કાયમી અને વ્યવહારુ ઉકેલ માટે ચોક્કસ નીતિ અને માર્ગદર્શિકા ઘડી કાઢવાની માંગ સાથે સરકારશ્રી સુધી રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. જામનગરના વેપાર અને ઉદ્યોગજગતનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી સંસ્થાઓ — જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, અને જીઆઈડીસી પ્લોટ/શેડ હોલ્ડર્સ એસોસીએશન (ફેસ-2) દ્વારા સંયુક્ત રીતે વિરોધ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આગામી તા. 28/09/2026, સોમવારના રોજ જામનગરના તમામ બ્રાસ ઉદ્યોગો ફરજિયાતપણે એક દિવસ બંધ રાખવામાં આવશે. તે જ દિવસે સવારે 10 વાગ્યે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશન ખાતેથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે મૌન સ્કૂટર/બાઈક રેલી યોજાશે. ત્રણેય સંસ્થાઓ દ્વારા જામનગરની અન્ય તમામ વેપારી અને ઔદ્યોગિક સંસ્થાઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ બંધ અને મૌન રેલીમાં પોતાના સભ્યો સાથે વિશાળ સંખ્યામાં જોડાઈને આયોજનને સફળ બનાવે તથા પોતાનો ટેકો આપો.
    Click here to Read More
    Previous Article
    ડુપ્લીકેટ દારૂની ફેકટરીઓમાં‎અગાઉ પકડાયેલા આરોપીઓ‎:જામનગરમાં નકલી દારૂમાં ફરાર આરોપી રાજસ્થાન અને હરિયાણાથી ઝડપાયા
    Next Article
    અસામાજિક તત્વોમાં ફફડાટ:સચાણામાં બે જુથ વચ્ચે અથડામણ બાદ પોલીસનું કોમ્બિંગ, આખા ગામને કોર્ડન કરીને ચેકીંગ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment