Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુપ્લીકેટ દારૂની ફેકટરીઓમાં‎અગાઉ પકડાયેલા આરોપીઓ‎:જામનગરમાં નકલી દારૂમાં ફરાર આરોપી રાજસ્થાન અને હરિયાણાથી ઝડપાયા

    1 day ago

    જામનગર તાલુકા પંથકમાં વર્ષ 2025માં પોલીસે કનસુમરા ગામ પાસે આવેલા આર્ય એસ્ટેટના ગોડાઉનમાં ડુપ્લીકેટ ઈંગ્લિશ દારૂ બનાવવાની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્પીરિટ, આલ્કોહોલ, કેમિકલ, બોટલના ઢાંકણા અને વિવિધ બ્રાન્ડના સ્ટીકરો સહિત રૂ. 8,23,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને 3 આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે મુખ્ય આરોપી કિશનસીંગ રાજસ્થાનથી ફરાર થઈ ગયો હતો. બીજી ઘટનામાં, જામનગરના નેવીમોડા ગામે આવેલી વાડીમાં આલ્કોહોલ, સ્પીરિટ, રંગ અને કેમિકલ મિશ્રણ કરીને ડુપ્લીકેટ દારૂ બનાવવાનું નેટવર્ક પકડાયું હતું. તે વેળાએ પોલીસે રૂ.7,28,450 નો મુદ્દામાલ કબ્જે કરી 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય સૂત્રધાર રોહતાસ હરિયાણાથી નાસતો ફરતો હતો. એલસીબી પીઆઈ વી.બી.ચૌધરીની સુચનાથી પીએસઆઈ એમ.વી.ભાટીયા સહિતની અલગ-અલગ ટીમો દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સેલની મદદથી વર્કઆઉટ કરીને હરિયાણાના ભીવાની જિલ્લાના ભારીવાસ ગામેથી રોહતાસ ઉમદસીંગ ડુપ્લીકેટ દારૂની ફેકટરીઓમાં અગાઉ પકડાયેલા આરોપીઓ જામનગરના કનસુમરા ગામ સાંઢીયાપુલ પાસે આર્ય એસ્ટેટમાં આવેલ ખોડલ કોલ ટ્રેર્ડસના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેકટરી પર દરોડામાં અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા અને મહિપાલસિંહ આશીષસિંહ રાણા ઝડપાયા હતા. નેવી મોડા ગામેથી ડુપ્લીકેટ દારૂમાં પકડાયેલ હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવિરસિંહ ઉર્ફે સુખદેવસિંહ, શ્રીરાજસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા, અર્જુનસીંગ તેજસીંગ સોઢા, સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડ, સૈતાનસીંગ ઉકારસીંગ રાઠોડ,સાવરલાલ ધેવરચંદ્ર મેવાળા પકડાયા હતા. સાગવાન તથા રાજસ્થાનના કિશનસીંગ જગમાલસીંગ શેખાવતને ઝડપી લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    બંધ મકાનના તાળા તોડીને રોકડ 2 લાખ, દાગીનાની ચોરી‎:બ્યુટીપાર્લર સંચાલિકાના ભાડાના મકાનમાંથી રૂ.3.07 લાખની ચોરી
    Next Article
    વેપારી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શાંતિપૂર્ણ મૌન સ્કૂટર/બાઈક રેલીનું આયોજન‎:GST અને નોટિસોના વિરોધમાં બ્રાસ ઉદ્યોગકારો લડત આપશે: 28મીએ બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment