Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંધ મકાનના તાળા તોડીને રોકડ 2 લાખ, દાગીનાની ચોરી‎:બ્યુટીપાર્લર સંચાલિકાના ભાડાના મકાનમાંથી રૂ.3.07 લાખની ચોરી

    23 hours ago

    જામનગર શહેરના ઢીંચડા રોડ પર આવેલા તિરૂપતિ પાર્ક નજીક દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા નિકિતાબેન અરવિંદભાઈ વાગડીયા (ઉર્ફે નિશાબેન) તિરૂપતિ સોસાયટી નજીક આવેલ યોગી પાર્કમાં એક મકાન ભાડે રાખીને રહેતા હોય, અને ત્યાં જ બ્યુટીપાર્લર ચલાવે છે. ગયા મંગળવારે સાંજે 6:30 થી 9:30 વાગ્યાના માત્ર ત્રણ કલાકના સમયગાળા દરમિયાન તેમના આ ભાડાના મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.3.07 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહિલા સાંજના સમયે પોતાના કામકાજ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર મકાનના મુખ્ય દરવાજાનું તાળું ખોલીને અંદર પ્રવેશ્યો હતો. ઘરની અંદર એક ઓરડામાં પડેલા પતરાના કબાટના લોકરનો દરવાજો તોડી તસ્કરે અંદર રાખેલા રૂ. 1,07,000 ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં તેમજ રૂ. 2,00,000 રોકડા મળી કુલ રૂ. 3,07,000 ની મત્તાની ચોરી કરી નાશી છુટ્યા હતા. મહિલા જ્યારે ઘરે પરત જામનગર શહેર-જિલ્લામાં વર્ષ 2026ના અત્યાર સુધીમાં કુલ 103 જેટલી ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયા છે. જેમાં પોલીસ તંત્ર દ્વારા 72 જેટલી ચોરીનો ભેદ ઉકેલી નાંખવામાં આવ્યો છે અને આરોપીઓને જેલ ભેગા કરી દીધા છે. તેમ છતાં ચોરીનો સીલસીલો યથાવત છે. ફર્યા ત્યારે ચોરીનો ખ્યાલ આવતા જ તેઓ હાફળા-ફાફળા થઈ ગયા હતા. આ ચોરીના બનાવ અંગે નિકિતાબેને બેડી મરીન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી છે. બનાવની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ભાડથર જિ. પં. બેઠકના આપ ઉમેદવાર બળદગાડામાં પહોંચ્યા‎:તા. 29 સુધી જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર કરાય તો ફોર્મ પાછું ખેંચીશું-ઉમેદવાર
    Next Article
    ડુપ્લીકેટ દારૂની ફેકટરીઓમાં‎અગાઉ પકડાયેલા આરોપીઓ‎:જામનગરમાં નકલી દારૂમાં ફરાર આરોપી રાજસ્થાન અને હરિયાણાથી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment