Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નહેર પર કલ્વર્ટની કામગીરીને પગલે ડાયવર્ઝન અપાયું:અટોદરા-કરમલા રોડ પર ભારે વાહનોને 29મી સુધી પ્રતિબંધ

    11 hours ago

    ઓલપાડ-સાયણ સ્ટેટ હાઇવે પર અટોદરા ચોકડીથી કરમલા તરફ જતા- આવતા ભારે વાહનો સામે 29 જાન્યુઆરી સુધી પ્રતિબંધ રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ આ રોડ પર અસનાબાદ નહેર પર બોક્સ કલ્વર્ટ બનાવવાની કામગીરી કરાશે. જે સંદર્ભે વ્યવસ્થાને ધ્યાનમાં લઈ 29મી સુધી આ રોડ પર ભારે વાહનો અને માલવાહક વાહનોની અવર- જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જ્યારે આ વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગ તરીકે જાહેર કરેલા રૂટ મુજબ અટોદરા ચોકડીથી કરમલા તરફ ભારે અને માલવાહક વાહનોને આવવા-જવા માટે શેરડી- વસવારી-દેલાડ- સાયણ તથા શેરડી-માસમા- ઓલપાડ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમણે જાહેરનામામાં જણાવ્યું છે કે, આ હુકમનો ભંગ કરનાર વાહનચાલક શિક્ષાને પાત્ર રહેશે. મહત્વનું છે કે, આ રોડ પરથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થાય છે અને જેને કારણે કામગીરી સરળતાથી પાર પડી શકે એ માટે રસ્તામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કરુણ બનાવ:દોરી આવી જતાં 2 યુવકનાં, પતંગની લ્હાયમાં પટકાતાં 2 યુવતીઓનાં મોત
    Next Article
    મ્યુનિ. કમિશનર એક્શન મોડમાં:2 હજાર ટન કચરામાંથી ‘કંચન’ કાઢી લેવાના કૌભાંડમાં 5 અધિકારીની કમિટી તપાસ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment