Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેર-ગામડાંમાં પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ‎:PGVCLનું ચેકિંગ, 5 દિ'માં 5.84 કરોડની ચોરી ઝડપાઈ

    1 day ago

    જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચોરી કરતા તત્વો સામે PGVCLએ સઘન ચેકિંગ શરૂ કરતાં પાંચ દિવસમાં જ 532 વીજચોરીના કેસ ઝડપાયા છે. શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો અને સોસાયટીઓમાં પોલીસ બંદોબસ્ત સાથે ટીમોએ વીજ મીટર અને કનેક્શનોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કુલ રૂ. 5.84 કરોડની વીજચોરી સામે આવી છે. સોમવારથી શરૂ થયેલા અભિયાનમાં પ્રથમ દિવસે 93, મંગળવારે 70, બુધવારે 71 અને ગુરુવારે 55 કેસ અને શુક્રવારે મળીને કુલ 532 વીજ મીટરો ચેક કરવામાં આવ્યા હતા. આ પાંચ દિવસ દરમિયાન પીજીવીસીએલની જુદી-જુદી 52 ટીમોએ હાલારના બન્ને જિલ્લામાં કુલ 3825 વીજ મીટરો ચેક કરવામાં આવ્યા હતાં. PGVCLની ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં એકસાથે ચેકિંગ હાથ ધરતા વીજચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આગામી દિવસોમાં પણ વીજચોરી સામે ચેકિંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ખુલ્લા કચરા પોઇન્ટને બંધ કરવા ખાસ ઝુ઼બેશ:જામનગરને સ્વચ્છ બનાવવા માટે કચરાપેટી હટાવવાનો ઉતાવળીયો નિર્ણય, રાતોરાત અમલવારીથી ગંદકીનું ગ્રહણ
    Next Article
    લોકો પરેશાન:જન્મ-મરણ વિભાગનું પોર્ટલ 4 દિવસથી ઠપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment