Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ‎:આઇકોનિક રાધનપુર રોડ પર જ બેરીકેટ વગર કોંક્રીટનો માલ ઠલવાય છે, સૂચનાનો અમલ નહીં

    22 hours ago

    મહેસાણાના રાધનપુર રોડને આઇકોનિક બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામગીરી દરમિયાન વાહનચાલકોની સલામતી સામે બેદરકારી જોવા મળી રહી છે. રસ્તાની વચ્ચેના ડિવાઇડરમાં આરસીસીનું કામ ચાલી રહ્યું છે ત્યારે મશીનમાં તૈયાર કરાયેલું કોંક્રીટ ડિવાઇડરની બાજુના રસ્તા પર જ ઠાલવવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્થળે વાહનચાલકોને દૂર રાખવા માટે જરૂરી બેરીકેટ પણ મૂકવામાં આવતાં નથી. રાધનપુર રોડ પર છેલ્લા કેટલાક સમયથી એજન્સી દ્વારા આ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. રસ્તા પર કોંક્રીટનો માલ પડેલો હોવાથી વાહનચાલકો માટે લપસવાનો કે અચાનક વાહનનું સંતુલન ગુમાવવાનો ભય રહે છે. ખાસ કરીને સતત વાહનવ્યવહાર ધરાવતા રસ્તા પર બેરીકેટ વિના આવી કામગીરી અકસ્માતને આમંત્રણ આપી શકે છે. આ અંગે મનપાના બાંધકામ વિભાગના ઇજનેર જતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, કામગીરીના સ્થળે લોકોની સલામતી માટે બેરીકેટ મૂકવાની સૂચના એજન્સીને આપવામાં આવી છે. જો તેનો અમલ ન થતો હોય તો એજન્સીને ફરીથી તાકીદ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કરના અહેવાલ પછી તંત્ર આક્રમક:કલેકટર-ડીડીઓ કચેરીના પાર્કિંગમાં પડેલી ખાનગી કાર માલિકોને નોટીસ અપાશે
    Next Article
    ભાડથર જિ. પં. બેઠકના આપ ઉમેદવાર બળદગાડામાં પહોંચ્યા‎:તા. 29 સુધી જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર કરાય તો ફોર્મ પાછું ખેંચીશું-ઉમેદવાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment