Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કરના અહેવાલ પછી તંત્ર આક્રમક:કલેકટર-ડીડીઓ કચેરીના પાર્કિંગમાં પડેલી ખાનગી કાર માલિકોને નોટીસ અપાશે

    21 hours ago

    જૂનાગઢ કલેકટર, ડિડિઓ કચેરીના પાર્કિંગમાં દારૂની ખાલી બોટલ બાદ સરકારી ગાડીઓની સાથે ખાનગી ગાડીઓ પણ ઘણા સમયથી પડેલી હોવાનુ સામે આવ્યુ હતુ. આ બાબતને લઇ ભાસ્કરે સચિત્ર અહેવાલ પણ પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્ર આ ક્રમક બન્યુ હતુ અને પાર્કિંગમાં કેટલી સરકારી અને કેટલી ખાનગી ગાડીઓ ઘણા સમયથી ધૂણ ખાઇ રહી છે તેના ચેકીંગ માટે ગયા હતા. ચેકીંગ દરમિયાન સરકારી ગાડીઓની સંખ્યા કરતા તો ખાનગી ગાડીઓની સંખ્યા વધારે સામે આવી હતી. બાદમાં કલેકટર કચેરી દ્વારા આરટીઓમાંથી આ ખાનગી વાહન માલીકોના નંબર મંગાવી લીસ્ટ તૈયાર કર્યુ છે. હાલ લીસ્ટ મુજબ કોન્ટેક કરીને તમામને નોટીસ ફટકારી નોટીસ મુજબના સમયગાળામાં ગાડી હટાવવા સુચનાઓ પણ આપી દેવામાં આવી છે એમ અધિક નિવાસી કલેકટર બી.એસ. બારડે જણાવ્યુ છે. દારૂની ખાલી બોટલો સાફ થઇ‎ ભાસ્કરના અહેવાલ બાદ તંત્રએ તુરંત બગીચાની સફાઇ કરીને તમામ ખાલી દારૂની બોટલો હટાવી હતી સરકારી ગાડીઓનો સર્વે કર્યો કલેકટર કચેરીએથી સુચના મળતા જ અમારી ટીમ દ્વારા સરકારી ખખડધજ હાલતમાં પડેલી ગાડીઓના નંબરની ચકાસણી કરીને લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. કઇ ગાડીની હરરાજી કરવી કે કઇ સ્લેબમાં કાઢવી તેની પ્રક્રિયા ચાલુ છે. > એફ.યુ. જાખરા, આરટીઓ અધિકારી
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લાકક્ષાથી રાજ્યકક્ષા સુધી 21 પ્રકારની સ્પર્ધાઓ : 30મી સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે
    Next Article
    વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ‎:આઇકોનિક રાધનપુર રોડ પર જ બેરીકેટ વગર કોંક્રીટનો માલ ઠલવાય છે, સૂચનાનો અમલ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment