Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લાકક્ષાથી રાજ્યકક્ષા સુધી 21 પ્રકારની સ્પર્ધાઓ : 30મી સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે

    20 hours ago

    ગુજરાત રાજ્ય સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ ખેલાડીઓ પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવી શકે તે હેતુથી સ્પે. ખેલ મહાકુંભ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જૂનાગઢના સરદાર પટેલ રમત સંકુલ ખાતે જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓના રજિસ્ટ્રેશન અને સ્પર્ધા અંગેના માર્ગદર્શન માટે શિબિર યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં સ્પેશિયલ શિક્ષકો અને રમતગમત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, અંધજન, શ્રવણ મંદ, સેરેબ્રલ પાલ્સી અને ઓટિઝમ સહિત વિવિધ 21 કેટેગરીના ખેલાડીઓ ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશન તા. 18 સપ્ટેમ્બરથી શરૂ થયું છે, જે તા. 30 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. નોંધણી માટે દિવ્યાંગતાનું માન્ય મેડિકલ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ રજૂ કરવાની રહેશે. રાજ્યકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને ટી-શર્ટ, કેપ, દૈનિક ભોજન અને પ્રવાસ ભથ્થું મળશે. આ ઉપરાંત વિજેતા ખેલાડીઓને જિલ્લાકક્ષાએ રૂ. 5,000 સુધી અને રાજ્યકક્ષાએ રૂ. 10,000 સુધીના રોકડ પુરસ્કારો આપવામાં આવશે. જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવે તમામ સંસ્થાઓ, શાળાઓ અને વાલીઓને વધુમાં વધુ ખેલાડીઓને ભાગ લેવડાવવા અપીલ કરી છે. દીવ્યંગો માટે આ રમતો રમાશે... જિલ્લાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં એથલેટીક્સ, સાયકલીંગ, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન તેમજ રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં સ્વીમીંગ હેન્ડબોલ, ટેબલ ટેનિસ સહિતની રમતો રમાડવામાં આવશે. > ભૂષણ કુમાર યાદવ, રમતગમત અધિકારી
    Click here to Read More
    Previous Article
    ટેકનોલોજીની ભાષા બદલાઈ:એઆઇ અને સાયબર સુરક્ષાનું અદ્યતન જ્ઞાન હવે હિન્દીમાં
    Next Article
    ભાસ્કરના અહેવાલ પછી તંત્ર આક્રમક:કલેકટર-ડીડીઓ કચેરીના પાર્કિંગમાં પડેલી ખાનગી કાર માલિકોને નોટીસ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment