Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેકનોલોજીની ભાષા બદલાઈ:એઆઇ અને સાયબર સુરક્ષાનું અદ્યતન જ્ઞાન હવે હિન્દીમાં

    20 hours ago

    ગણપત યુનિવર્સિટીના આચાર્ય મોતીભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્પ્યુટર સ્ટડીઝ (AMPICS) દ્વારા AICTE-VAANI યોજના અંતર્ગત “આધુનિક ડિજિટલ સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ” વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું સફળ આયોજન કરાયું હતું. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય AI અને સાયબર સુરક્ષા જેવા અદ્યતન વિષયોનું ટેકનિકલ જ્ઞાન હિન્દી ભાષામાં પહોંચાડી ભાષાકીય અવરોધો દૂર કરવાનો અને પ્રાદેશિક તકનીકી શબ્દભંડોળને પ્રોત્સાહન આપવાનો હતો. ઉદ્ઘાટન સમારોહમાં યુનિવર્સિટીના પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્મા, ડિરેક્ટર જનરલ ડૉ. રાકેશ પટેલ, ગેટવે ગ્રુપના CTO પ્રતીક મહેતા અને NFSUના સાયબર સિક્યુરિટી ડીન ડૉ. દિગ્વિજયસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા કોઓર્ડીનેટર ડૉ. નિર્ભય ચૌબે અને સ્વાગત પ્રવચન ડીન ડૉ. શ્રીધરન રાજગોપાલે આપ્યું હતું. વક્તાઓએ ફેકલ્ટી સભ્યોના ક્ષમતાવર્ધન અને ઉદ્યોગજગતની વર્તમાન જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો. આભારવિધિ ડૉ. સંજય બી. પટેલે કરી હતી. આ કાર્યશાળામાં વિવિધ કોલેજો અને ઉદ્યોગ ક્ષેત્રમાંથી 54 સહભાગીઓએ ભાગ લીધો હતો. નિષ્ણાતો દ્વારા નેટવર્ક સિક્યુરિટી, Secure-by-Design, IoT Device Assessment, Incident Response અને AI આધારિત Cyber Threat Intelligence જેવા વિષયો પર સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો—ડૉ. દિગ્વિજયસિંહ રાઠોડ (NFSU), મઝહર રાણા (Sophos Ltd.), ડૉ. વિશાલ જે. રાઠોડ (Quantum Networks), રજત ખંડેલવાલ (KPMG) અને આશુતોષ કાચોટ (Addact Technologies) દ્વારા વિશેષ ટેકનિકલ સત્રો યોજાયા હતા. તાલીમ બાદ ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી અને સફળ ઉમેદવારોને AICTE પોર્ટલ મારફતે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. સમાપન પ્રસંગે ડૉ. શ્રીધરન રાજગોપાલ અને ડૉ. નિર્ભય ચૌબેએ AICTEનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વાહનોને નુકસાન:જૂના ફુવારા નજીક વૃક્ષની ડાળીઓ તૂટતા 3 સાયકલ અને સ્કૂટર દબાયા
    Next Article
    ભાસ્કર વિશેષ:દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લાકક્ષાથી રાજ્યકક્ષા સુધી 21 પ્રકારની સ્પર્ધાઓ : 30મી સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment