Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનોને નુકસાન:જૂના ફુવારા નજીક વૃક્ષની ડાળીઓ તૂટતા 3 સાયકલ અને સ્કૂટર દબાયા

    19 hours ago

    પોરબંદર શહેરના જૂના ફુવારા નજીક એકાએક એક મહાકાય વૃક્ષનો મોટો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં વૃક્ષની નીચે પાર્ક કરવામાં આવેલા વાહનો કચ્ચરઘાણ વળી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વૃક્ષની ડાળીઓ તૂટી પડતા 3 સાયકલ અને સ્કૂટર દબાયા હતા. પોરબંદરના જૂના ફુવારા પાસે એક વર્ષો જૂનું મહાકાય વૃક્ષની મોટી અને વજનદાર ડાળીઓ અચાનક જમીનદોસ્ત થઈ ગઈ હતી. વૃક્ષ જે સમયે ધરાશાયી થયું ત્યારે તેની નીચે ત્રણ સાયકલ અને એક સ્કૂટર પાર્ક કરેલા હતા. આ તમામ વાહનો વૃક્ષના વજનદાર ભાગ નીચે દબાઈ જતાં તેમને ભારે નુકસાન પહોંચ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બાદ મનપાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ટીમ દ્વારા કરવત અને અન્ય સાધનોની મદદથી ધરાશાયી થયેલા વૃક્ષના ભાગો અને ડાળીઓને કાપીને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. વર્ષો જૂના ભયજનક વૃક્ષો બન્યા ચિંતાનો વિષય પોરબંદર શહેરના વિવિધ માર્ગો પર આવા અનેક વર્ષો જૂના અને જર્જરિત વૃક્ષો આવેલા છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ અને તેજ પવનના કારણે આવા કાયમી જોખમ સમાન વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. તંત્ર દ્વારા આવા ભયજનક વૃક્ષોનું વહેલી તકે ટ્રિમિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    વાહનચાલકોને મુશ્કેલી:છાંયા ચોકીથી ભનુની ખાંભી રોડ પર ખાડા
    Next Article
    ટેકનોલોજીની ભાષા બદલાઈ:એઆઇ અને સાયબર સુરક્ષાનું અદ્યતન જ્ઞાન હવે હિન્દીમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment