Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનચાલકોને મુશ્કેલી:છાંયા ચોકીથી ભનુની ખાંભી રોડ પર ખાડા

    18 hours ago

    પોરબંદરના છાંયા ચોકીથી ભનુની ખાંભી તરફ જતા માર્ગ પર નજીવા વરસાદ બાદ જ ફરી ગાબડા ઉજાગર થતાં માર્ગ-મકાન વિભાગ સ્ટેટ દ્વારા કરવામાં આવેલા સમારકામની પોલ ખુલી છે. વાહનચાલકોને ગાબડાઓ માંથી પસાર થવાની ફરજ પડી રહી છે. છાંયા ચોકીથી ભનુની ખાંભી તરફનો આ માર્ગ - માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તક આવે છે. અગાઉ પણ આ રોડ પર મસમોટા ગાબડા પડ્યા હતા અને લાંબા સમય સુધી રોડની સ્થિતિ યથાવત રહેતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરતા હતા. ત્યારબાદ ચોમાસા પહેલા આ વિભાગ દ્વારા અન્ય માર્ગોની સાથે આ રોડ પર પણ સમારકામ હાથ ધરાયું હતું, જોકે, હાલ પડેલા નજીવા વરસાદ બાદ જ સમારકામ કરાયેલા માર્ગ પર ફરી ગાબડા દેખાવા લાગ્યા છે. ખાસ કરીને પેટ્રોલપંપ પાસેના રોડ પર મગરમચ્છની પીઠ સમાન આકારના ખાડા જોવા મળી રહ્યા છે. જ્યારે તેની સામેના રોડ પર પણ અનેક જગ્યાએ મસમોટા ગાબડા પડી ગયા છે. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ખાડા બચાવીને વાહન હંકારવાની સ્થિતિ સર્જાઈ છે. 2 વર્ષમાં 4 વખત રોડ સમારકામ કરાયો‎ છાંયા ચોકીથી ભનુની ખાંભી તરફનો રસ્તો 2 વર્ષ પહેલા એટલો બિસ્માર હતો કે ગાબડા માંથી લોખંડના સળિયા બહાર નીકળી ગયા હતા, તે વખતે તત્કાલીન પાલિકા દ્વારા સમારકામ કરાયું હતું, બાદ રોડ ફરીથી બિસ્માર થયી હતો અને ગાબડા ઉજાગર થતા માર્ગ મકાન વિભાગ દ્વારા સમારકામ કરાયું હતું. બે વર્ષમાં આ રોડ પર 4 વખત સમારકામ કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્ય પાઈપલાઈનમાં વનાણા અને જડેશ્વર નજીક લીકેજ રીપેરીંગ હાથ ધરાશે‎:પોરબંદરમાં તા. 26 અને 27 સપ્ટેમ્બરે બે દિવસ પાણી પુરવઠો નહીંવત મળશે
    Next Article
    વાહનોને નુકસાન:જૂના ફુવારા નજીક વૃક્ષની ડાળીઓ તૂટતા 3 સાયકલ અને સ્કૂટર દબાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment