Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુકમા ભયાનક આગ કાંડ:દોઢ દાયકાથી ચાલતા અનધિકૃત ઓઇલ કેમિકલના ગોડાઉનથી સ્થાનિક તંત્ર અજાણ, કાર્યવાહી ક્યારે થશે ?

    7 hours ago

    ગત શનિવારે કુકમામાં સર્જાયેલો ભયાનક આગકાંડ માત્ર એક આકસ્મિક દુર્ઘટના નથી, પરંતુ સરકારી તંત્રની ઘોર બેદરકારી અને આંખમીંચામણાંનું પ્રત્યક્ષ પરિણામ છે. દોઢ દાયકાથી સિરામિક ઉદ્યોગની નોંધણી કરાવીને તેની આડમાં ઔદ્યોગિક સંકુલમાં મંજૂરી વિના મોટા પ્રમાણમાં જોખમી ઓઇલનો જથ્થો સંગ્રહિત થતો રહ્યો અને જવાબદાર બાબુઓ ઊંઘતા રહ્યા. સામાન્ય ગરીબ માણસોના જીવ જોખમમાં મુકાયા છતાં માત્ર કાગળ પર તપાસના નાટક ચલાવવાને બદલે કડક કાનૂની કાર્યવાહી ક્યારે થશે તેવા તીખા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. કુકમા ખાતે થયેલા ભીષણ આગકાંડે સમગ્ર કચ્છ જિલ્લામાં વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આસપાસના રહેણાંક વિસ્તારો કેટલા મોટા જોખમ પર બેઠેલા છે. મંજૂર થયેલી નાની-મોટી કંપનીઓની આડમાં બિનઅધિકૃત ગોડાઉનોમાં ઓઇલ અને કેમિકલનો ગેરકાયદે સંગ્રહ થઈ રહ્યો છે, છતાં ફાયર ડિપાર્ટમેન્ટ, GPCB કે સ્થાનિક મહેસૂલી તંત્ર દ્વારા કોઈ યોગ્ય ચેકિંગ કરવામાં આવતું નથી. આવી દુર્ઘટના બાદ લોકોને પ્રશ્ન ઉભો થાય છે કે, શું કોઈ મોટા રાજકીય વ્યક્તિ કે અધિકારીનો ભોગ લેવાશે ત્યારે જ તંત્ર જાગશે? માત્ર ફેક્ટરી માલિક કે સંચાલક સામે કાગળ પર ગુનો નોંધી દેવાથી તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. જો આ બાબતે માત્ર ‘ઓઇલના અડ્ડાઓ’ પર નામના જ દરોડા પાડીને કેસ રફેદફે કરી દેવાશે તો ભવિષ્યમાં આનાથી પણ મોટી હોનારત સર્જાવાની પૂરી શક્યતા છે. સાત દિવસ પહેલા બનેલા આ બનાવ બાબતે ઇન્ચાર્જ ગ્રામ્ય મામલતદાર તેજસ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ અધિકારી સહિતના અધિકારીઓને લઈને કમિટી નિમવામાં આવી છે અને આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવશે. કંપનીના માલિકનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી કારણ કે મોબાઇલ સ્વીચ ઓફ આવે છે. પંચનામુ હવે કરવામાં આવશે. તટસ્થ તપાસ થવી જરૂરી છે કારણ કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, વહીવટી તંત્ર, પોલીસ વિભાગ આ દરેક સરકારી વિભાગો જો આટલું મોટું કૌભાંડ થતું હોય અને જાણકારી ન હોય તો તે સ્વાભાવી શંકાના દાયરામાં આવી જાય. ઉપરાંત આવી અનેક ફેક્ટરીઓ પણ ધમધમતી હોય તો નવાઈ નહીં. આ દુર્ઘટનામાં દેખાય છે ઘોર નિષ્કાળજી • ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ : જોખમી પદાર્થોના સંગ્રહ માટે જરૂરી ‘કન્સન્ટ ટુ એસ્ટાબ્લિશ’ અને ‘કન્સન્ટ ટુ ઓપરેટ’ની ચકાસણીમાં નિષ્ફળ. • ફેક્ટરી ઇન્સ્પેક્ટર: ઔદ્યોગિક એકમોમાં સેફ્ટી અને સુરક્ષાના નિયમો અંગે નિયમિત તપાસ અને રૂટિન ઇન્સ્પેક્શનનો અભાવ. • ફાયર ડિપાર્ટમેન્ટ: ગોડાઉન પાસે વેલિડ ‘ફાયર NOC’ છે કે નહીં તેની કોઈ પૂર્વ ચકાસણી કે નોટિસ આપવાની કાર્યવાહી ન કરી. • સ્થાનિક તંત્ર / મામલતદાર: ખેતી કે અન્ય હેતુ માટેની જમીનનો બિનઅધિકૃત રીતે જોખમી સ્ટોરેજ માટે ઉપયોગ થતો હોવા છતાં કોઈ ચેકિંગ ન કરવું.
    Click here to Read More
    Previous Article
    તાલુકા મથકે ધક્કા ટળે તે માટે ઉપલોવાસ પ્રા.શાળામાં કાર્યક્રમ:બળદિયામાં વિવિધ યોજનાઓ માટે 200 જેટલી અરજીઓ રજૂ કરાઇ
    Next Article
    નલિયા વીજતંત્રના સ્ટાફે ભોપાળુ પકડ્યું:ખાનગી સોલાર કંપની પાસે સરકારી માલ આવ્યો ક્યાંથી ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment