Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નલિયા વીજતંત્રના સ્ટાફે ભોપાળુ પકડ્યું:ખાનગી સોલાર કંપની પાસે સરકારી માલ આવ્યો ક્યાંથી ?

    7 hours ago

    કચ્છમાં વિતેલા સપ્તાહ દરમ્યાન એક ઘટના ઘટી જે ખૂબ જ ચોંકાવનારી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડની ટીમ અબડાસાના નલિયા પાસે એક ખાનગી સોલાર કંપનીમાં વીજ જોડાણ માટે ગઈ ત્યારે તેમને ખાનગી કંપનીમાં ગુજરાત સરકારની વીજ કંપનીના સાધનો-ઉપકરણો જોવા મળ્યા, કચ્છમાં આવી નાની નાની 100થી વધુ અને નાની મોટી મળીને 350થી વધીને 400 સોલાર કંપનીઓ છે. હવે વીજ કંપનીએ પોતાના ઉપકરણો-સાધનો માટે મેગા ઝુંબેશ શરૂ કરવી જોઈએ તેના બદલે હજુ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી માત્ર એક અરજી અપાઈ છે. શંકા સીધી જ ‘વાડ એ ચિભડા ગળ્યાવાળી’ થાય કારણ કે વીજતંત્ર પાસે પોતાના ગોડાઉન, પોતાના સલામતી રક્ષકો અને પોતાનું જ સ્વતંત્ર માળખું છે છતાં એમનો જ માલ બહાર નીકળ્યો અને પકડાયો, આવું કેટલી કંપનીઓમાં હશે ? કોણ કહેશે ? સોલાર એનર્જી ક્ષેત્રે કચ્છ દેશભરમાં મોખરે છે પણ જે કંપનીઓ કાર્યરત છે તેમાં ખુદ પીજીવીસીએલનો જ માલ-સામાન વપરાતો મળે તો આ મજબૂત ગઢમાં ક્યું કાંગરું ખસ્યું એ કેમ નક્કી થશે ? વીજ કંપની માટે અને સરકાર માટે આ ખૂબ જ ચોંકાવનારી અને મહત્વની ઘટના છે કારણ કે કોઈ ‘છીંડુ’ પડ્યું છે એ નક્કી નહીંતર સરકારી માલ-સામાન નવીસવી સોલાર કંપનીમાં બેધડકપણે વપરાય થોડો ? કચ્છ ઔદ્યોગિકરણની એરણે ચડી ચૂક્યું છે અને અગાઉ કહ્યું તેમ ખાનગી સોલાર કંપનીઓનો આંક અહીં 350થી 400નો છે જેમાં તદ્દન નાની કંપનીનું પણ રોકાણ ઓછામાં ઓછા 15 કરોડથી વધુ છે. હવે વિચારજો 15 કરોડ જેટલું માતબર રોકાણ કરનારને એવી તે કઈ ભુખ હશે કે પીજીવીસીએલનો સામાન ચોરીછૂપીથી વાપર્યો ? કે પછી આ માલસામગ્રી જાહેરમાં ઉપલબ્ધ નથી, યાદ રહે આવી 15 કરોડ રોકાણવાળી અંદાજે 100થી વધુ ખાનગી કંપનીઓ કચ્છમાં છે પણ 200થી 300 તો 15 કરોડથી અનેકઘણું વધુ રોકાણ કરનારી મસમોટી કંપનીઓ છે. ખાનગી સોલાર કંપનીએ સરકારી માલ વાપર્યાનો આક્ષેપ બહાર આવ્યો પણ એ જ સોલાર કંપનીઓના અમુક સંચાલકો પીજીવીસીએલ સામે જે આક્ષેપ કરે છે તેની તો હજુ કોઈનેય ભનક સુધ્ધા નથી આવી. આક્ષેપ તો એવો છે કે કોઈ પણ સોલારપાર્ક જ્યાં સુધી ગેટકો કનેક્ટીવીટીમાં જોડાય નહીં, ગેટકો દ્વારા ‘સબસ્ટેશન’નું ‘સબસલામત’નું પ્રમાણપત્ર ન મળે આ કરોડોના આંધણ પછી પણ કંપનીઓ કંઈ જ કરી શકતી નથી અને આ એકમાત્ર ‘ઓકે’ ગેટકોની અમુક ટેબલ પર મોટા-મોટા ધનના ઢગલા બાદ માંડ મળે છે, હા જો વ્યવહાર તુરંત તો પ્રમાણપત્ર પણ તરત જ હો, એની ખાત્રી. વીજ કંપનીના જ સ્ટાફે પોતાનો જ માલ જોઈ ખાનગી કંપની સામે તપાસની માંગ કરી અર્થાત એ સ્ટાફ સતેજ છે, સંનિષ્ઠ છે અને પોલીસ સુધી અરજી ગઈ એટલે પ્રમાણિક પણ છે નહીંતર ‘કુલડીમાં ગોળ’ ના અહીં એ કહેવત નહીં વપરાય... અહીં લખી શકાય... ચુપચાપ છેડા દેતા કોણ રોકતું હતું ? હવે આવો સ્ટાફ કેટલો ? અને એટલે જ આ પ્રકરણ ચોંકાવનારું છે એમાં બેમત નથી.
    Click here to Read More
    Previous Article
    કુકમા ભયાનક આગ કાંડ:દોઢ દાયકાથી ચાલતા અનધિકૃત ઓઇલ કેમિકલના ગોડાઉનથી સ્થાનિક તંત્ર અજાણ, કાર્યવાહી ક્યારે થશે ?
    Next Article
    વિદ્યાર્થીઓને પરીક્ષામાં 15 મિનિટનો એડવાન્સ રીડિંગ ટાઈમ અપાશે:CA ફાઉન્ડેશન-ઈન્ટર પરીક્ષા 3થી12 જાન્યુ.ના, જવાબો હિન્દીમાં લખી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment