Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરોડા કોલેજમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ સ્વચ્છતા અભિયાન:શ્રીમતી એ પી પટેલ આર્ટસ એન્ડ સ્વ શ્રી એન પી પટેલ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફે ભાગ લીધો.

    9 hours ago

    નરોડાની શ્રીમતી એ પી પટેલ આર્ટસ એન્ડ સ્વ શ્રી એન પી પટેલ કોમર્સ કોલેજમાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મુકેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ અભિયાનમાં NSS સ્વયંસેવકો અને કોલેજના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો. આ સ્વચ્છતા અભિયાનનું આયોજન NSS વિભાગ દ્વારા પ્રોગ્રામ ઓફિસર ડૉ. ગોવિંદભાઈ ચૌધરી અને ભાવનાબેન પ્રજાપતિના સંચાલન હેઠળ કરાયું હતું. અભિયાન દરમિયાન કોલેજ બિલ્ડીંગ અને કેમ્પસમાં સફાઈ કરાઈ હતી. વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી અને સ્વચ્છ પર્યાવરણ જાળવવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું કે સ્વચ્છતા માત્ર વ્યક્તિગત નહીં, પણ સામાજિક જવાબદારી પણ છે. વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાળવવા અને અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લીધી. 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન દ્વારા વિદ્યાર્થીઓમાં સેવાભાવ, સામાજિક જવાબદારી અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો સુંદર પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમના સફળ આયોજન બદલ કોલેજ પરિવારે તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોધરા LCBએ ચોરીની 2 બાઈક સાથે એકને પકડ્યો:2 ચોરીના ગુના ઉકેલાયા, એક વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી પણ ઝડપાયો
    Next Article
    મણિનગરની બે શાળાઓને DEOની કારણદર્શક નોટિસ:જયમનબેન દવે અને શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલયને આધાર પુરાવા સાથે જવાબ રજૂ કરવા આદેશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment