Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિનગરની બે શાળાઓને DEOની કારણદર્શક નોટિસ:જયમનબેન દવે અને શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલયને આધાર પુરાવા સાથે જવાબ રજૂ કરવા આદેશ કરાયો

    8 hours ago

    અમદાવાદ શહેરની બે શાળાઓને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. મણિનગર વિસ્તારમાં આવેલી જયમનબેન દવે અને શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલયને શાળાના માન્ય શૈક્ષણિક કેમ્પસમાં શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાયની વ્યવસાયિક તેમજ અન્ય બિન શૈક્ષણિક પ્રવૃત્તિ કરવામાં આવતા નોટીસ ફટકારવામાં આવી છે. આગામી 28 તારીખ સુધી આધાર પુરાવા સાથે જવાબ રજૂ કરવા શાળાને આદેશ આપવામાં આવ્યો છે. જો યોગ્ય જવાબ રજૂ નહીં કરે તો કઈ કહેવા માંગતા નથી તેવું સમજીને કડક કાર્યવાહી કરવાની પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે. શૈક્ષણિક હેતુ સિવાયની પ્રવૃત્તિઓ કરતા હોવાની DEOને ફરિયાદ મણિનગર વિસ્તારમાં આવેલી જયમનબેન દવે અને શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલય શાળાના માનનીય શૈક્ષણિક કેમ્પસનો ઉપયોગ શૈક્ષણિક હેતુ સિવાયની પ્રવૃત્તિઓ માટે કરતા હોવાની અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ મળી હતી. શાળાના કેમ્પસમાં રાત્રિ દરમિયાન ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવતી હોવાની પણ ફરિયાદ મળી હતી. તેમજ કેટલાક લોકો શાળાના કેમ્પસમાં ગરબા રમતા હોય તેવો વીડિયો પણ વાઇરલ થયો હતો. જેથી પુરાવા મળતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ બંને શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા આદેશ કર્યો છે. આધાર પુરાવા રજૂ નહીં કરાય તો કાર્યવાહી કરાશે શાળાના પરિસરમાં કઈ પ્રકારની બિન શૈક્ષણિક પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે અથવા ચલાવવામાં આવતી હતી તેની વિગતો, આવી પ્રવૃતિ માટે શાળા વ્યવસ્થાપન સમક્ષ પાસે મંજૂરી મેળવી હોય તો તેની પ્રમાણિક નકલ અને શાળામાં કેમ્પસમાં ગરબા પ્રેક્ટિસ અથવા અન્ય સાંસ્કૃતિક ક્યાં સમયગાળા દરમિયાન અને કોની મંજૂરીથી યોજવામાં આવે છે તેની વિગતો રજૂ કરવા માટે શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. જો દ્વારા આગામી 28 તારીખ સુધી આધાર પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    નરોડા કોલેજમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ સ્વચ્છતા અભિયાન:શ્રીમતી એ પી પટેલ આર્ટસ એન્ડ સ્વ શ્રી એન પી પટેલ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફે ભાગ લીધો.
    Next Article
    ડીજીજીઈસી સુરતમાં 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ:ONGC અને સ્વદેશી જાગરણ મંચના સહયોગથી સ્વચ્છતાનો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment