Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડીજીજીઈસી સુરતમાં 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ:ONGC અને સ્વદેશી જાગરણ મંચના સહયોગથી સ્વચ્છતાનો સંદેશ

    7 hours ago

    સુરતમાં ડો. એસ. એન્ડ એસ. એસ. ગાંધી ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ (ડીજીજીઈસી) ખાતે 24 સપ્ટેમ્બર 2026ના રોજ 'સ્વચ્છતા હી સેવા 2026' અભિયાન અંતર્ગત એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ અને હરિયાળા કેમ્પસ પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો. આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. આર. જોષીની અધ્યક્ષતામાં ONGC, સ્વદેશી જાગરણ મંચ અને ડીજીજીઈસીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને કર્મચારીઓમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ તથા હરિયાળા કેમ્પસ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. આ પ્રસંગે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ પર આધારિત એક અસરકારક નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કલાકારોએ તેમની રસપ્રદ અને સંદેશાત્મક રજૂઆત દ્વારા દૈનિક જીવનમાં સ્વચ્છતા અપનાવવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા, પર્યાવરણનું રક્ષણ કરવા અને સ્વચ્છતા અભિયાનમાં દરેક નાગરિકની સક્રિય ભાગીદારીનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને કોલેજ પરિસર તેમજ આસપાસના વિસ્તારને સ્વચ્છ, હરિયાળો અને સ્વસ્થ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણ અને ફરીથી ઉપયોગ (Reuse) કરવાની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી, કાર્યક્રમના સમાપન પર ONGCના પ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોને ફરીથી ઉપયોગ કરી શકાય તેવી (Reusable) બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણ-અનુકૂળ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મણિનગરની બે શાળાઓને DEOની કારણદર્શક નોટિસ:જયમનબેન દવે અને શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલયને આધાર પુરાવા સાથે જવાબ રજૂ કરવા આદેશ કરાયો
    Next Article
    ‘Murdering democracy’: Congress protests nationwide, demands Gyanesh Kumar’s resignation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment