Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની શાળામાં 100 વિદ્યાર્થીઓ બન્યા બાળ-શિક્ષક:આચાર્ય, સુપરવાઇઝર, શિક્ષક અને સેવકની જવાબદારી સંભાળી; પટેલ પ્રથા એક દિવસની આચાર્ય બની

    13 hours ago

    પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે શિક્ષક દિનની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. શાળાના 900 વિદ્યાર્થીઓમાંથી 100 વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ એક દિવસ માટે આચાર્ય, સુપરવાઇઝર, શિક્ષક અને સેવક તરીકેની ભૂમિકા ભજવી હતી. તેમણે શિસ્તબદ્ધ રીતે શિક્ષણકાર્ય અને શાળાનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 12 આર્ટસની વિદ્યાર્થિની પટેલ પ્રથા ઉપેન્દ્રકુમારે એક દિવસ માટે આચાર્યની જવાબદારી સંભાળી હતી. શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે તેમને પોતાની ખુરશી પર બેસવાની તક આપી પ્રોત્સાહિત કર્યા હતા. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રજાપતિ સાક્ષી અને માધ્યમિક વિભાગમાં પટેલ ક્રિમા સુપરવાઇઝર બન્યા હતા. કુલ 40 ઉચ્ચતર માધ્યમિક અને 50 માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ બાળ-શિક્ષક તરીકે પોતાના સહાધ્યાયીઓને ભણાવ્યા હતા. જ્યારે 12 વિદ્યાર્થીઓએ સેવક તરીકે કામ કર્યું હતું. આ સમગ્ર આયોજન અરુણાબેન પટેલ, વિરમજી ઠાકોર, વર્ષાબેન પટેલ, વિપુલભાઈ પટેલ અને રાજશ્રીબેન પંચાલના માર્ગદર્શન હેઠળ થયું હતું. નાયક સુહાનીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. બાળ-શિક્ષકોના શિક્ષણકાર્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી. ધોરણ 9માં પટેલ જાનવી સોહિલકુમાર પ્રથમ અને પ્રજાપતિ દિવ્યા સુરેશકુમાર તથા પટણી અંજલી સુરેશભાઈ દ્વિતીય રહ્યા. ધોરણ 10માં ઠાકોર પલક પ્રકાશભાઈ પ્રથમ અને પટેલ મેશ્વા ધર્મેન્દ્રભાઈ દ્વિતીય રહ્યા. આર્ટસ પ્રવાહમાં રાવળ સાહિલ ચંદ્રકાંતભાઈ પ્રથમ અને ઠાકોર પ્રિયાંશીબેન દ્વિતીય રહ્યા. કોમર્સમાં પટેલ યાત્રીબેન નિપુલકુમાર પ્રથમ અને નાયક સુહાનીબેન જયેન્દ્રકુમાર દ્વિતીય રહ્યા. સાયન્સ પ્રવાહમાં દેસાઈ સિદ્ધ લેંબાભાઈ પ્રથમ અને બારોટ ધાર્મિક દીપકભાઈ દ્વિતીય જાહેર થયા હતા. આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે સ્ટાફ સાથે એક યાદગાર ગ્રુપ ફોટો પણ લેવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જન્માષ્ટમીએ દ્વારકા દર્શન કરી જતાં યુવકોને અકસ્માત:ઓખા મઢી ટોલનાકા પાસે ઊભેલી કારમાં બાઈક ઘૂસ્યું, 2ની હાલત ગંભીર, હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    સ્વતંત્ર ભારદ્વાજને કસ્ટડીમાં લેવાનો વિરોધ:સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર હિંદુ સંગઠનોનો વિરોધ; CJPના ધરણા પછી પોલીસે પકડ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment