Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી ઓઠાં:વેશ લાજે

    2 days ago

    ભાદરવાના રૂપેરી તડકા પડે છે. છેલ્લા સરાદિયાં હાલે છે. આસો મઈનો આજ આવે કે કાલ્ય આવે એવા હરખના એંધાણથી ગામલોકમાં જાણે નવો જીવ આવ્યો છે. માનાં નોરતાં આવે એટલે આખું પીથલપર ગામ હેલે ચડે. ગામની વચ્ચોવચ માતાજીનું મંદિર છે. એક ઓરડામાં માતાજીની ગરબી સાચવીને રાખી હોય એનાં શણગાર મઈના અગાઉથી ચાલુ થઈ જાય. જૂનાં પિત્તળપાનાં ઉખેડીને નવાં લાગે. રંગબેરંગી અબરખથી ગરબી ઝગમગે. ફરતી સોનેરી ઝાલર લાગે. મોતીનાં તોરણ બંધાય. પહેલા નોરતે ગામના ચોકમાં ગરબીની પધરામણી થાય.ધૂપ-દીવા થાય, આરતી થાય. ગરબા ગવાય. રોજેરોજ ગામલોક અટકળ કરે કે આજ શેનો ખેલ પડશે. ખેલ એટલે કે લોકનાટક. રોજ રાતે ખેલ ભજવાય. બધાય ખેલનો આખો આધાર એટલે મંગો. મંગો આમ તો કડિયાકામનો જબરો કારીગર. પણ, મંગાની કલાકારીનો આખા પંથકમાં જોટો નો જડે. મંગો જે પાઠ ભજવે એમાં જીવ રેડી દ્યે. માતાજીનો ભગત, ઓછાબોલો અને નીતિથી જીવવા વાળો સાચકલો જણ. પડમાં ઊતરે તઈં જોનારાં ઓળઘોળ થઈ જાય. નોરતાંમાં રોજ રાત્યે નોખનોખા ખેલ ભજવાય . ‘સત્યવાદી રાજા હરિશ્ર્ચંદ્ર’ હોય,’સતી મદાલસા’હોય, ‘અભિમન્યુનો ચક્રાવો’ હોય, ‘શિશુપાળ વધ’ હોય કે ‘રામલીલા’ હોય… બધા ખેલનો પ્રાણ એટલે મંગો. જગદંબાની ભગતી ને પુરાણની કથાઓના ખેલ- એમ બેવડા આનંદની ભરતીમાં તરબતર ગામલોકને આજ નવમા નોરતે છેલ્લો ખેલ માણવાનો હરખ છે. આજ તો’રાજા ભરથરી’નો ખેલ ભજવાશે. રાત પડી. મંગાએ ઘેરેથી નીકળતી વખતે ઘરવાળી જકલને ભાર દઈને કીધું:‘તું આજ ખેલ જોવા નો આવતી’ જકલ કયાગરી છે. મંગાના પડછાયો થઈને જીવનારી. એ તરત બોલી, ભલે. માંડવાની ત્રણેય કોર્ય મેદની ગોઠવાઈ ગઈ છે. ખેલ ચાલુ થ્યો. બાણું લાખ માળવાના ધણી રાજા ભરથરીના પાઠમાં મંગાએ ખગ વાળી દીધો. સભા ભરાણી છે. એક સાધુ રાજાને અમરફળ આપે છે. આ ફળ જે ખાય તે અમર બને. ભરથરીએ આ ફળ પોતાની વહાલી રાણી પીંગળાને આપ્યું. પીંગળાએ પોતાના પ્રેમી અશ્વપાલને આપ્યું. અશ્વપાલે રાજની નર્તકીને આપ્યું. નર્તકીએ રાજા ભરથરીને આપ્યું. પીંગળાના વિશ્વાસઘાતથી ભરથરીને વેરાગ ઊપજે છે. ભગવા પહેરીને પીંગળાના મહેલે જઈને પોકાર કરે છે:’ભિક્ષા દેને મૈયા પીંગળા!’ પીંગળા કલ્પાંત કરે છે,‘મને માતા ન કહો !’ ‘હે રાણી! તમે જ નહીં, જગતની તમામ-અહીં બેઠી છે ઈ બધી મારી માતા છે.’ છેલ્લે બેઠેલી જીવીભાભી બોલી:’મંગાભાઈ! તમારી ઘરવાળી જકલ આંય બેઠી છે.’ ગેબના ડુંગરમાંથી પડછંદા પડતા હોય એમ મંગો બોલ્યો:’ આજથી જકલ પણ મારી મા’ મેદની માથે જાણે વીજળી પડી! બધાંએ બહુ સમજાવ્યો, પણ મંગાએ ભગવો વેશ ન ઉતાર્યો. ‘બોલીને ફરી જાઉં તો ભરથરીનો વેશ લાજે.’ સવારે પોતાના જ આંગણામાં જઈને જકલ સામે ટેલ નાખી: ‘હે મા ! ભિક્ષા આપો!’
    Click here to Read More
    Previous Article
    સમયાંતર:પેટ્રોલિયમનું ઉત્પાદન 100થી વધારે દેશો કરે છે તો પછી ખાડી દેશોનો દબદબો શા માટે છે?
    Next Article
    શબ્દ સકળ પૃથ્વીના:હમસફર એવરેસ્ટ યાત્રાવૃતાંત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment