Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દ સકળ પૃથ્વીના:હમસફર એવરેસ્ટ યાત્રાવૃતાંત

    2 days ago

    અજયસિંહ ચૌહાણ વર્ષ 2022માં એક હિન્દી ફિલ્મ રજૂ થઈ હતી ‘ઊંચાઈ’. ફિલ્મમાં વૃદ્ધાવસ્થાને કિનારે પહોંચેલા ચાર મિત્રો અમિત શ્રીવાસ્તવ (અમિતાભ બચ્ચન), ભૂપેન (ડેની દેજગ્પા), ઓમ શર્મા (અનુપમ ખેર), જાવેદ સિદ્દીકી (બોમન ઈરાની)ની વાર્તા છે. પચાસ વર્ષની ભરપૂર મૈત્રી. ભૂપેનનું સ્વપ્ન છે કે ચારેય મિત્રોએ સાથે એવરેસ્ટ બેઝકેમ્પ જવું. પણ અચાનક કાર્ડિયાક એરેસ્ટથી ભૂપેનનું મૃત્યુ થાય છે. પરિવારમાં એને કોઈ નથી. અમિત એના ઘરે જાય છે; તો જુએ છે કે એવરેસ્ટ બેઝકેમ્પ જવા માટેની ચારેય મિત્રોની ટિકિટ ભૂપેને બુક કરી રાખી હતી. આ ઉંમરે, અનેક શારીરિક તકલીફો સાથે એવરેસ્ટ બેઝકેમ્પ પહોંચવું અશકય માની ઓમ અને જાવેદ બંને પાણીમાં બેસી જાય છે. પણ, અમિત પોતાના દિલોજાન મિત્રની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે બંનેને તૈયાર કરે છે. પછી તો આખીય યાત્રા ત્રણેય મિત્રોની સ્થૂળ ન રહેતા શારીરિક મર્યાદાઓને ઓળંગવાની અને જીવનનો અર્થ પામવાનો અનુભવ બની જાય છે. ‘ઊંચાઈ’ ફિલ્મ મજાની છે. એને અત્યારે યાદ કરવાનું ખાસ કારણ છે. હું વાત માંડવા બેઠો છું; ‘એવરેસ્ટ હમસફર’(2017)ની. આ પુસ્તકની 2023 સુધીમાં ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. એમાં વૃત્તાંત એવરેસ્ટ બેઝકેમ્પ પહોંચવાનું છે. ‘એવરેસ્ટ હમસફર’ની સાથે સાથે ‘ઊંચાઈ’ પણ મનમાં ચાલ્યા કરે છે. આ પુસ્તકના લેખક નીરજ કુમાર (1988)ની લેખન યાત્રા શરૂ થઈ બ્લોગ લખવાથી. એ લેખન એમને સાહિત્યની દુનિયામાં ‘નીરજ મુસાફિર’ના નામે લઈ આવ્યું. ખાનાબદોશ જીવ નીરજ પાસેથી ‘સુનો લદાખ’, ‘મેરા પૂર્વોત્તર’ અને ‘પૈદલ પૈદલ’ (સાઇકલથી લદાખ યાત્રા) જેવા બીજા યાત્રા વૃત્તાંત પણ મળ્યાં છે. નીરજ-દીપ્તિ અને કોઠારીજી મોટરસાઈકલો લઈ નીકળી પડે છે એવરેસ્ટ બેઝકેમ્પ જવા. હિમાલયની ઊંચી પર્વત શૃંખલાઓને સર કરવી એટલી સરળ નથી. વિશાળ હિમનદીઓ, પત્થરથી પણ કઠોર બરફ, તોફાનો, હિમસ્ખલનોને ઓળંગવા પડે છે. કોઈ મોટા શિખરના આરોહણ પહેલાં એક સુરક્ષિત જગ્યા નક્કી કરવામાં આવે છે; જ્યાં પુરવઠો ભેગો કરવામાં આવે. એવા સ્થાનોને બેઝકેમ્પ કહેવામાં આવે. આમ તો આરોહણવાળા દરેક શિખરનો બેઝકેમ્પ હોય પણ, એવરેસ્ટ બેઝકેમ્પની વાત જુદી. અહીં તો બેઝકેમ્પ જ 5200 મીટરની ઊંચાઈ પર. બેઝકેમ્પ પર પહોંચવું એ જ કોઈ શિખર આરોહણ જેટલું મુશકેલ. 9 મે, 2016ના દિવસે નીરજ-દીપ્તિની યાત્રા શરૂ થઈ. દિલ્હીથી કાનપુર, ફૈઝાબાદ અને પછી ત્રીજા દિવસે નેપાળ પ્રવેશ. માઈલોના માઈલો લાંબા રાજમાર્ગો, બિસ્માર સડકો, જાતભાતના મિત્રો, રાત્રિ રોકાણો, થાકથી ચૂર શરીર; માહિતી અને વૃતાંત એક સાથે ચાલ્યા કરે. નીરજ નાનામાં નાની વિગત પણ છોડતા નથી. કયાં કેટલા રૂપિયામાં રહ્યાં! બાઇક લઈ નેપાળમાં જનારને કેવા પ્રકારના પરવાના કાઢાવવા પડે; બધી જ વિગતો આપતા જાય. અને એટલે જ દેશ-દુનિયાના લોકોએ ભારતમાં યાત્રા કરવી હોય તો નીરજની સલાહ લેવી પસંદ કરે. નીરજ કાઠમાંડુમાં પશુપતિના દર્શન કરે છે અને શહેર વિશે લખે છે: ‘કાઠમાંડુનું ભવિષ્ય શું છે? 10 વર્ષ પછી આ શહેરનું શું થશે? કોઈ યોજના ન બનાવી તો વિના ઓકસિજન સિલિન્ડર કોઈ ઘરની બહાર નહીં નીકળે. આજે પણ અડધોઅડધ લોકો માસ્ક પહેરે છે.’ તે સમયે નેપાળમાં માઓવાદી શાસનને કારણે ભારત વિરુદ્ધ પ્રચાર ચાલી રહ્યો હતો પણ; ચીન કરતાં ભારત અને નેપાળની પ્રજા કેમ એક છે એ વાત સતત પડઘાયા કરે. સફરના આઠમા દિવસે તાકશિંદો-લામાં મૂકીને પગપાળા યાત્રા શરૂ કરે છે. નીરજ લખે છે: ‘એ હતાશ કરનાર સમય હતો. અમારા મનમાં પણ થયું કે પાછા વળીએ. દુનિયામાં અનેક વણજોયાં સ્થાનો છે. શું મળશે એવરેસ્ટ બેઝકેમ્પ પહોંચી? પણ આવો ત્વરિત નિર્ણય લેતા પહેલાં થોડો સમય રાહ જોવી જોઈએ. આપણે પરિસ્થિતિના પ્રભાવમાં નિર્ણય લઈએ છીએ અને પછી પસ્તાઈએ છીએ. રાહ જોવાથી, શાંત થવાથી વિચારનું વર્તુળ મોટું થાય છે અને આપણે તત્કાળ પરિસ્થિતિના પ્રભાવમાંથી બચી જઈએ છીએ.’ એ પાછા વળવાનો વિચાર બીજા દિવસ પર છોડે છે અને અંતે આગળ વધે છે. આવી મુશ્કેલ યાત્રાઓ આ તો શીખવે છે; ધીરજ અને સહનશીલતા. ‘ઊંચાઈ’ ફિલ્મ અને નીરજનો જાત અનુભવ અહીં એકરૂપ થાય છે. શરૂઆતમાં પગપાળા પ્રવાસનો આનંદ ‘ખચ્ચર ટ્રેનો’ હરી લે છે. વરસાદની કારણે ભીના રસ્તાઓ પર સતત આવનજાવન કરતી કરતાં ખચ્ચરોને કારણે થતો કિચડ અને એના મળ-મૂત્રની દુર્ગંધ ભારે ત્રાસદાયક હતી. ‘ખચ્ચર ટ્રેન’ એટલે બાર ખચ્ચરનું એક જૂથ. એક ખચ્ચર ટ્રેનમાં; એક વિશેષ ખચ્ચર આગળ ચાલતું હોય બાકી દસ એની પાછળ; પછી એનો માલિક અને બારમું ખચ્ચર સાવ પાછળ. એકાદ દિવસ બાદ અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી ખચ્ચર અને વરસાદ બંને બંધ થઈ જાય. એક બાજુ વાદળોમાં લપાતાં-છુપાતાં હિમશિખરો, હિમનદીઓ, ઘાસનાં મેદાનોનું સૌંદર્ય અને બીજી બાજુ વાતાવરણમાં ઓકસિજન ઓછો થતાં પીડતો માથાનો દુખાવો. બસ્સો-અઢીસો રૂપિયામાં મળતી દૂધ વગરની ચા કે પાંચસો રૂપિયાના સ્વાદ વગરનાં દાળ-ભાત. વર્ણનો અને વિગતોમાં રસ પડે છે. દિલ્હીથી નીકળ્યાંને વીસ દિવસ પછી નીરજ-દીપ્તિ બેઝકેમ્પ પહોંચ્યા એ દિવસ 29, મે. જે દિવસે હિલેરી અને તેનજિંગે એવરેસ્ટ પર પ્રથમ આરોહણ કર્યું હતું. એ દિવસની યાદમાં ‘એવરેસ્ટ મેરેથોન’ યોજાય છે. નીરજને એ જોવાનો લાભ મળે છે. આટલે આવ્યા છતાં વાદળો પાછળ સંતાઈને એવરેસ્ટ દર્શન નથી આપતો એ વસવસો રહીં જાય છે. આ યાત્રાવૃતાંતમાં સર્જનાત્મક ગદ્ય નથી કે નથી વ્યક્તિત્વનું દર્શન. પ્રકૃતિ-સંસ્કૃતિનાં એવાં કોઈ નિરીક્ષણો પણ નથી; છે માત્ર વિગતો ખચિત વૃતાંત. તેમ છતાં રસ પડે છે.
    Click here to Read More
    Previous Article
    દેશી ઓઠાં:વેશ લાજે
    Next Article
    શુદ્ધ હવા દુર્લભ બની:શ્વાસમાં લેવાતું ઝેર અને કોર્પોરેટ જગતની જવાબદારી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment