Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુદ્ધ હવા દુર્લભ બની:શ્વાસમાં લેવાતું ઝેર અને કોર્પોરેટ જગતની જવાબદારી

    2 days ago

    દીલ્હીમાં 450 અને અમદાવાદમાં 250ને પાર કરી જતો AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) હવે માત્ર કાગળ પરના આંકડા નથી રહ્યા, પણ તે આવનારી પેઢીના સ્વાસ્થ્ય પર લખાયેલું એક જોખમી ‘ડેથ વોરંટ’ સાબિત થઈ રહ્યો છે. આજે શુદ્ધ હવા દુર્લભ બની રહી છે અને સામાન્ય નાગરિકના ફેફસાં પ્રદૂષણના સીધા નિશાન પર છે એ સંજોગોમાં ઉદ્યોગો માટે એન્વાયર્ન્મેન્ટલ એન્ડ સોશિયલ ગ્રિવન્સિસ (ESG) સામાજિક જવાબદારીની સાથે અસ્તિત્વ ટકાવી રાખવા માટેની એક અનિવાર્ય શરત બની ગઈ છે. ભારતમાં પર્યાવરણીય સમસ્યાઓ હવે સામાન્ય નાગરિકના રોજિંદા જીવન પર અસર કરી રહી છે. અમદાવાદ જેવા વિકસતા ઔદ્યોગિક શહેરોમાં જ્યારે હવાની ગુણવત્તા સતત કથળે છે, ત્યારે દમ, ફેફસાંના રોગો અને શ્વસન સંબંધી ગંભીર બીમારીઓનો વ્યાપ અનેકગણો વધી જાય છે. તેની સરખામણીએ ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં આ આંકડો સામાન્ય રીતે 50થી નીચે રહે છે. આ મોટો તફાવત જ સ્પષ્ટ કરે છે કે જો અત્યારે કડક પગલાં લેવામાં નહીં આવે, તો આર્થિક વિકાસનો કોઈ અર્થ રહેશે નહીં. ભારત સરકાર અને SEBI હવે અત્યંત સખત વલણ અપનાવી રહ્યાં છે. ખાસ કરીને ભારતની ટોચની 1,000 લિસ્ટેડ કંપનીઓ માટે BRSR (Business Responsibility and Sustainability Reporting) હેઠળ રિપોર્ટિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે હવે કંપનીઓએ નફા-નુકસાન સાથે પર્યાવરણ પર થતી અસરો, ઉત્સર્જનના આંકડા અને સામાજિક નૈતિકતાનો રિપોર્ટ પણ જાહેર કરવો પડશે. આ કાયદાકીય અને નૈતિક બદલાવ Company Secretaries (CS) અને Law પ્રોફેશનલ્સ માટે કારકિર્દીનો નવો સૂર્યોદય લઈને આવ્યો છે. પરંપરાગત કાનૂની પ્રેક્ટિસથી આગળ વધીને હવે ‘ESG નિષ્ણાતો’ની માગ કોર્પોરેટ જગતમાં વધી રહી છે. કંપનીઓને હવે એવા વ્યાવસાયિકોની જરૂર છે જેઓ માત્ર કાયદાકીય ગૂંચવણો જ નહીં, પણ ગ્રીન ઓડિટિંગ, સસ્ટેનેબિલિટી રિપોર્ટિંગ અને રિસ્ક મેનેજમેન્ટમાં પણ માહેર હોય. - નીલ લખતરિયા
    Click here to Read More
    Previous Article
    શબ્દ સકળ પૃથ્વીના:હમસફર એવરેસ્ટ યાત્રાવૃતાંત
    Next Article
    લક્ષ્યવેધ:સરળ પુનરાવર્તન માટે નોટ્સ હંમેશાં ટૂંકી બનાવવી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment