Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્યવેધ:સરળ પુનરાવર્તન માટે નોટ્સ હંમેશાં ટૂંકી બનાવવી

    2 days ago

    મારા ગામમાં નેટવર્કની સમસ્યા. ઇન્ટરનેટની સ્પીડ બધે એકસરખી ન આવે. ઘરમાં એક ઓરડાની બારી પાસે ઇન્ટરનેટની સ્પીડ આવતી. તો બારી પાસે ઉભા રહી રહીને સિગ્નલ ઝીલીઝીલીને મેં ટેસ્ટ સિરીઝ આપેલી છે.’ નરેન્દ્ર રાઠોડની આ વાત છે. સુરેન્દ્રનગર જિલ્લાનું નાનકડું એક ગામ- કળમાદ. ખેતરમાં હળ ચલાવતા એના પિતાના પરસેવાનાં ટીપાં પર ઢળતા સૂરજનો તાપ ચમકી રહ્યો છે. એમનો દીકરો નરેન્દ્ર. ગામઠી શાળાનો ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી. સુખના સૂરજ ઉગાડવાના શમણાં એ બાળકના નાનકડા મનમાં રમે. માતા-પિતાનો પૂરો ટેકો. વિરમગામ અને સુરેન્દ્રનગરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. ભાવનગરની એન્જિનિયરિંગ કોલેજથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. એકાદ વર્ષ ખાનગી નોકરી પણ કરી. દોઢ દાયકા પહેલાં તેમના પિતરાઈ ભાઈ કિરીટ રાઠોડ આઇ. પી. એસ. બનેલા. નાનકડા નરેન્દ્રભાઈ પર એની અસર. પરિસ્થિતિવશ માત્ર બારમા ધોરણ સુધી ભણેલા નરેન્દ્રભાઈના પિતાએ એ વિચારને વાસ્તવની દિશા આપવા મહેનત કરી. ‘જ્યારે મેં આ પરીક્ષામાં ઝંપલાવવાનું નક્કી કર્યું ત્યારે નવી દિલ્હી જવાનો વિચાર કર્યો. એવા સમયે જ કોરોના આવી ગયો. ઘરની આર્થિક સ્થિતિ અંત્યંત સામાન્ય એટલે પછી ગામમાં બેસીને જ તૈયારી શરૂ કરી. મારી મોટાભાગની તૈયારી ગામડેથી જ થઇ.’ ‘મારી તૈયારી ઘણી લાંબી ચાલી. મારી અમુક ભૂલો પણ હતી. જેમ સર્વિસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ કે ‘સીસેટ’ મારુ નબળું પાસું રહ્યું પ્રીલિમિનરીમાં. મારી જનરલ સ્ટડીઝની તૈયારી સારી હોવા છતાં, ‘સીસેટ’ ક્વૉલિફાયિંગ હોવા છતાં અવસર ચૂક્યો છું. ઉમેદવારોએ આવી ભૂલ ન કરવી જોઈએ.’ ‘મેં નોટ્સ બનાવેલી. ટૂંકી-અસરદાર અને પુનરાવર્તન માટે અનુકૂળ. પુસ્તકો વિષયપરક. ઝાઝા પુસ્તકો કે સામગ્રી ગૂંચવણ પેદા કરી શકે છે.’ નરેન્દ્રભાઈએ છેલ્લા વીસેક વર્ષના પ્રીલિમિનરીના પ્રશ્નપત્રોનો અભ્યાસ કર્યો. તેનો ઉકેલ મેળવ્યો. પ્રશ્નકર્તાના મનમાં કેવી માગણીઓએ છે તેની સમજણ કેળવી. એલિમિનેશન ટેક્નિક. એવી ટેક્નિક કે જેમાં સાચો જવાબ ખબર નથી પણ ખોટા વિકલ્પો શોધતા આવડી જાય. જેમ કે, ચાર વિકલ્પો કે વિધાન આધારિત વિકલ્પોમાં અત્યંત વિરોધાભાસી કે અતિવાદી વિધાનો કે વિકલ્પો સંભવત: ખોટાં હોય છે. આવા વિકલ્પોની બાદબાકી બાદ જે વિકલ્પ કે વિકલ્પો બચે એ સાચા અથવા સાચા હોવાની વધુ સંભાવના ધરાવે છે. મેન્સ માટે નોટ્સ બનાવી. જવાબો બહુઆયામી હોય તે જરૂરી છે. જવાબોમાં માહિતીનું મૂલ્ય વર્ધન થાય તો અન્ય ઉમેદવારો કરતાં જવાબ અલગ તરી આવે. ઉપરાંત પ્રશ્નની માગણી અનુસાર વ્યાપક દૃષ્ટિકોણ ઉમેરી શકાય છે. નોટ્સ હંમેશાં ટૂંકી બનાવવી, જેથી અંતિમ ઘડીનું પુનરાવર્તન સરળ બને. ઘણા ઉમેદવારો લાંબી લાંબી નોટ્સ બનાવીને છેલ્લી ઘડીએ વાંચી નથી શકતા. તેમનો મુખ્ય વૈકલ્પિક વિષય ગુજરાતી સાહિત્ય હતો. તૈયારી દરમિયાન જ નરેન્દ્રભાઈને જી. પી. એસ. સી. દ્વારા સેક્શન ઓફિસરની પરીક્ષા ઉત્તીર્ણ કરીને નોકરી મેળવી. સચિવાલયની નોકરી સાથે સાથે જ તૈયારી ચાલુ રાખી. યાત્રા ઘણી લાંબી રહી. પર્સનાલિટી ટેસ્ટ આવી. ગુજરાત સરકારમાં સેક્શન ઓફિસર તરીકેના તેમના અનુભવો પર તેમના ઇન્ટરવ્યૂની શરૂઆત થઇ. પછી મિકેનિકલ એન્જિનિયરિંગ બાજુ ઇન્ટરવ્યૂની દિશા વળી. જેમ કે, ઇલેક્ટ્રિકલ વાહનો કેટલા યોગ્ય? તેના પર સબસીડી આપવી જોઈએ કે નહીં? ઈ20 અને ઈ10 ફ્યુલ વિશે પ્રશ્ન પુછાયા- તેની કાર્યક્ષમતા અંગે અભિપ્રાય માગ્યો. ત્યારબાદ પરિસ્થિતિગત પ્રતિક્રિયા અંગે સવાલ આવ્યો કે કોઈ રાજકીય વ્યક્તિ દબાણ કરે તેવા સંજોગોમાં કેવી રીતે સંતુલિત રસ્તો કાઢીને કામ કરવું? રોક કલાઇમ્બિંગ તેમના રસનો વિષય છે તો તેના સંબંધિત દક્ષિણ ભારતમાં પર્વત ઉત્ખનન અંગે સવાલો પૂછવામાં આવ્યા. નરેન્દ્ર રાઠોડની યાત્રા ઘણી લાંબી રહી. છ પ્રયાસો પછી તેમને લક્ષ્યવેધ હાંસલ થયો. ઓલ ઇન્ડિયા રેન્ક 840 સાથે તેઓ એક લાંબી યાત્રાના નાનકડા અલ્પવિરામ પાસે પહોંચ્યા. સમાજના છેવાડાના માણસની તકલીફો સમજવા ક્યારેક તેઓ રેલવેના જનરલ ડબ્બામાં પણ મુસાફરી કરે છે. એક અધિકારી તરીકે એ જ દૃષ્ટિકોણ છે કે સમાજમાં દરેક વ્યક્તિને ન્યાય મળે, અંત્યોદય જ સમાજનો સાચો સૂર્યોદય છે અને વહીવટી વ્યવસ્થા તે માટેનું માધ્યમ છે. અભાવો વચ્ચે સાતત્ય અને કર્મનિષ્ઠા નરેન્દ્ર રાઠોડને લક્ષ્યવેધ પાસે લઇ ગઈ.
    Click here to Read More
    Previous Article
    શુદ્ધ હવા દુર્લભ બની:શ્વાસમાં લેવાતું ઝેર અને કોર્પોરેટ જગતની જવાબદારી
    Next Article
    કોલાજ:સળિયા પાછળની સંવેદના: જેલથી મહેલ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment